દેશની અગ્રણી અને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે 14 ઑક્ટોબરે શેરહોલ્ડર્સને મોટી ગીફ્ટ આપી શકે છે. કંપની પોતાની બોર્ડ મિટિંગ દરમ્યાન શેરહોલ્ડર્સને એક પર એક બોનસ શેર જાહેર કરવાનો રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે દિવાલી પહેલા રેકોર્ડ ડેટને નક્કી કરાઈ શકે છે. કંપનીએ સપ્ટેમ્બરમાં થયેલા વાર્ષિક જનરલ મિટિંગમાં શેરહોલ્ડર્સને 1:1 બોનસ શેર જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ કે એક શેરની સાથે RILના એક બોનસ શેર ફ્રીમાં મળશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બોનસ શેર ભારતીય શેરબજારમાં સૌથી મોટી ઓફર હશે. તેની રેકોર્ડ ડેટ વિશે ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. પરંતુ આજે એટલે કે, સોમવારે તેને મંજૂરી મળી શકે છે. જો રેકોર્ડ ડેટ જાહેર થશે તો રિલાયન્સના શેરમાં પણ જોરદાર એક્શન જોવા મળી શકે છે. શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર નજીવો વધીને રૂપિયા 2,749 હતો.
રોકાણકારોના શેર બમણા થઈ જશે
જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તમારા ડીમેટ ખાતામાં બોનસ શેર મોકલે છે, ત્યારે તમારા રિલાયન્સના શેરની સંખ્યા બમણી થઈ જશે. એટલે કે, જો તમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વર્તમાન ભાવે રૂપિયા 2,749ના શેર ખરીદ્યા છે, તો બોનસ શેર ઈશ્યૂ થયા પછી, ડીમેટ ખાતામાં રિલાયન્સમાં રોકાણ કરાયેલા શેરની સંખ્યા બમણી થઈ જશે. વાસ્તવમાં, બોનસ શેરની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આજે એટલે કે 14 ઑક્ટોબર-2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થવાની છે.
5 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સના બોર્ડે 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી હતી. 1:1 બોનસ શેરનો અર્થ એ છે કે રિલાયન્સના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોના દરેક શેર માટે, તેમને એક શેર મફતમાં મળશે એટલે કે બોનસ તરીકે.
રિલાયન્સ કંપની 7 વર્ષ પછી બોનસ શેર જાહેર કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે એક શેર પર રૂ. 10ની ફેસ વેલ્યુના નવા ઇક્વિટી શેર આપવામાં આવશે. જો કે, બોનસ શેરનો લાભ ફક્ત તે રોકાણકારોને જ મળશે જે રેકોર્ડ તારીખ સુધી જ શેર ખરીદી શકશે. આ એક વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોનસ આપી શકે છે. રિલાયન્સે અગાઉ સપ્ટેમ્બર 2017માં 1:1 બોનસ શેર જારી કર્યા હતા. આ પહેલા વર્ષ-2009માં સમાન બોનસ શેર જાહે કરવામાં આવ્યા હતા.
રિલાયન્સ વધુ એક મોટી જાહેરાત કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 14 ઑક્ટોબરની બોર્ડ મિટિંગ પછી પોતાના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામ પણ જાહેર કરવાની છે. એક્સચેંજ ફાઈલિંગ અનુસાર, 30 સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક અને છ માસિક માટે રિલાયન્સના સ્ટેન્ડજ અલોન અને કંસોલિડેટેડ અન ઓડિટેડ ફાયનાન્સિયલ રિઝલ્ટ પર બોર્ડ મંજૂરી આપી શકે છે.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.