અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેરમાં સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે અપર સર્કિટ વાગી હતી. ખાસ વાત એ છે કે આ સ્ટૉક તેના ઉચ્ચ સ્તરેથી 99% તૂટ્યા બાદ પણ ગતિ પકડી રહ્યો છે. વાત કરી રહ્યા છીએ અનિલ અંબાણીના પાવર સ્ટોક રિલાયન્સ પાવર શેર. આ કંપનીનો શેર રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. આ શેરે માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં લગભગ બમણા કરી દીધા છે. આ શેરની કિંમત 1 રૂપિયાની આસપાસ હતી, પરંતુ હવે તે 41 રૂપિયાને પાર કરી ગઈ છે.
શેરબજારની તેજી વચ્ચે આ શેરે પકડી રોકેટ ગતિ
બુધવારે શેરમાર્કેટ તેજી સાથે ઓપન થયુ હતુ. સેન્સેકસ 81 હજારને પાર ખૂલ્યો હતો. તેવામાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર બજાર ખૂલતાની સાથે જ અપર સર્કિટ લાગી હતી અને 41.09 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. શેરમાં વધારાની અસર કંપનીની માર્કેટ મૂડી પર પણ પડી છે અને તે વધીને 16510 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રૂ. 1 પરથી 3573%નો વધારો
અનિલ અંબાણીનો આ પાવર સ્ટોક તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. 98% વળતર સાથે આ શેરમાં રોકાણ કરાયેલા નાણાંની રકમ એક વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. તેથી માર્ચ 2020 થી આ શેરની કિંમત 3573% વધી છે. 27 માર્ચ, 2020ના રોજ આ સ્ટોકની કિંમત (રિલાયન્સ પાવર શેર કિંમત) માત્ર 1.17 રૂપિયા હતી, ત્યારથી અત્યાર સુધીમાં તેણે મલ્ટિબેગર વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 27 માર્ચે કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને અત્યાર સુધી આ શેર્સ હોલ્ડ રાખ્યા હશે તો તેની રકમ વધીને 35,73000 રૂપિયા થઈ ગઈ હશે.
અનિલ અંબાણીની રિલાયન્સ પાવર શું કરે છે?
રિલાયન્સ પાવર લિમિટેડ એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. રિલાયન્સ ગ્રૂપ નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. જ્યારે રિલાયન્સ પાવર ભારતમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે કામ કરે છે. તેની કેટલીક સબસિડિયરી કંપનીઓ પણ છે. કંપની પાસે લગભગ 6000 મેગાવોટની ઓપરેશનલ પાવર જનરેશન એસેટ્સ છે.
(DICLAIMER: કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂરથી લો. સંદેશ ન્યૂઝ શેર માર્કેટ કે કોઇ પણ જગ્યાએ કોઇ પણ પ્રકારના રોકાણ કરવાની સલાહ નથી આપતું).