- જિયોમાર્ટના નવા ફેસ્ટિવ કેમ્પેઇનમાં જોવા મળશે ધોની
- જિયોમાર્ટ ફેસ્ટિવ કેમ્પેઇનનું નામ બદલવાની પણ જાહેરાત
- એમએસ ધોની પહેલેથી અનેક કંપનીઓ સાથે જોડાયેલા
પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે નવી ઇનિંગની શરૂઆત કરી છે. ધોનીને રિલાયન્સ રિટેઈલના જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ધોની પહેલેથી અનેક કંપનીઓ સાથે જોડાયેલા છે.
રવિવારથી શરૂ થશે નવું કેમ્પેઇન
ધોનીને જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાણકારી રિલાયન્સ દ્વારા એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે તેમણે પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તેની સાથે જ કંપનીએ જિયોમાર્ટ ફેસ્ટિવ કેમ્પેઇનનું નામ બદલવાની પણ જાહેરાત કરી. કંપનીએ કહ્યું કે જિયોમાર્ટ ફેસ્ટિવ કેમ્પેઇનનું નામ બદલીને હવે ‘જિયો ઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઈન્ડિયા’ કરી દેવામાં આવ્યું છે. આ ફેસ્ટિવ કેમ્પેઇન સેલ 8 ઓકટોબર 2023થી શરૂ થશે.
જિયોમાર્ટના સીઇઓ વરાગંતીએ ધોનીને બિહારના કારીગર અંબિકા દેવી દ્વારા બનાવવામાં આવેલ મધુબની પેઇન્ટિંગ ભેટ આપી. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોની 45 સેકન્ડની જાહેરાતમાં જોવા મળશે.
પૂર્વ કપ્તાને વ્યક્ત કરી ખુશી
મહેન્દ્ર સિંહ ધોનીએ જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાને લઈને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત પોતાની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે ઓળખાય છે. જિયોમાર્ટનું ‘જિયો ઉત્સવ કેમ્પેઇન ભારત અને તેના લોકોના ઉત્સવનું પ્રતિક છે. હું જિયોમાર્ટ સાથે જોડાવા અને લાખો ભારતીયોની ખરીદારીની મુસાફરીમાં હિસ્સો બનવા પર ખૂબ જ ખુશ છું.
જિયોમાર્ટના CEOએ વ્યકત કર્યો વિશ્વાસ
જિયોમાર્ટના સીઇઓ સંદીપ વરાંગતીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ ભારતીય કપ્તાનનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમએસ ધોની એકદમ શ્રેષ્ઠ પસંદ છે. તેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટની જેમ જ વિશ્વસનીય છે. ધોનીએ દેશને તહેવારો ઉજવવાની અનેક તકો આપી છે અને હવે ગ્રાહકોને જિયોમાર્ટ પર ઉજવણી કરવાની તક મળી રહી છે. શોપિંગ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.