• સંયુક્ત સમૃદ્ધિ ઊભી કરવાની નવી કોમર્સ સ્ટ્રેટેજી સાથે જોડાયેલી

  • મજબૂત મલ્ટિ-ચેનલ પ્લેટફેર્મ સાથે મજબૂત કસ્ટમર એક્સ્પીરિયન્સ ઊભો કર્યો
  • સ્ટોર નેટવર્ક અને ઈબીટુબી એપ મારફતે વારંવાર ખરીદી કરતાં રહે

રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયાની રૂ. 2,850 કરોડમાં ખરીદી માટે એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે. આ ખરીદી સંપૂર્ણપણે કેશમાં કરવામાં આવશે. આ એક્વિઝિશન મારફતે રિલાયન્સ રિટેલ મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સના વિશાળ નેટવર્કને પ્રાપ્ત કરશે. મેટ્રો ઈન્ડિયા દેશમાં 21 શહેરોમાં 31 લાર્જ ફેર્મેટ સ્ટોર્સ ધરાવે છે. જે રજિસ્ટર્ડ કિરાણા સ્ટોર્સનો ઊંચા બેઝ સાથે અન્ય ઇન્સ્ટિટયૂશનલ કસ્ટમર્સ, સપ્લાયર નેટવર્ક પણ ધરાવે છે એમ રિલાયન્સ રિટેલે જણાવ્યું છે. આ ટ્રાન્ઝેક્શન કેટલાંક રેગ્યુલેટરી અને અન્ય કસ્ટમરી ક્લોઝિંગ કંડિશન્સ આધારિત રહેશે. તેમજ માર્ચ 2023 સુધીમાં તે પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

રિલાયન્સે જણાવ્યું છે કે આ ખરીદીની સાથે દેશમાં તેની ફિઝિકલ સ્ટોર ફૂટપ્રિન્ટ મજબૂત બનશે. તેમજ કંપની દેશમાં તેના સપ્લાય ચેઈન નેટવર્ક્સ, ટેક્નોલોજી પ્લેટફેર્મ્સ અને સોરશિંગ કેપેબિલિટીઝને એકત્રિત કરી ગ્રાહકોને તથા નાના વેપારીઓને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકશે. બંને કંપનીઓની સંયુક્ત રિલેશનશિપ રિટેલ ઈકોસિસ્ટમના તમામ ભાગીદારો માટે ઊંચી વેલ્યૂ ઊભી કરશે એમ રિલાયન્સ રિટેલે નોંધ્યું છે. મેટ્રોએ 2003માં ભારતમાં તેની કામગીરીની શરૂઆત કરી હતી અને દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફેર્મેટ રજૂ કરનાર તે પ્રથમ કંપની હતી. હાલમાં તે 21 શહેરોમાં હાજરી ધરાવે છે. જ્યારે 3,500થી વધુ કર્મચારીઓ ધરાવે છે. મલ્ટિ-ચેનલ બીટુબી કેશ એન્ડ કેરી હોલસેલર્સ દેશમાં 30 લાખથી વધુ બીટુબી કસ્ટમર્સ ધરાવે છે. જેમાંથી 10 લાખથી વધુ ગ્રાહકો તેના સ્ટોર નેટવર્ક અને ઈબીટુબી એપ મારફતે વારંવાર ખરીદી કરતાં રહે છે. નાણાવર્ષ 2021-22માં(સપ્ટેમ્બર 2022માં પૂરાં થતાં નાણાકીય વર્ષમાં) મેટ્રો ઈન્ડિયાએ રૂ. 7,700 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે ભારતમાં તેના માર્કેટ પ્રવેશ બાદનો શ્રોષ્ઠ દેખાવ હતો એમ રિલાયન્સ રિટેલે જણાવ્યું છે. રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીના જણાવ્યા મુજબ મેટ્રો ઈન્ડિયાની ખરીદી અમારી નાના વેપારીઓ સાથે સક્રિય જોડાણ મારફતે સંયુક્ત સમૃદ્ધિ ઊભી કરવાની નવી કોમર્સ સ્ટ્રેટેજી સાથે જોડાયેલી છે. ભારતીય બીટુબી માર્કેટમાં મેટ્રો ઈન્ડિયા એ પ્રથમ અને ચાવીરૂપ ખેલાડી છે. જેણે મજબૂત મલ્ટિ-ચેનલ પ્લેટફેર્મ સાથે મજબૂત કસ્ટમર એક્સ્પીરિયન્સ ઊભો કર્યો છે.


  • Follow us on: