રાષ્ટ્રીય જળમાર્ગો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. શુક્રવારે એક સરકારી નિવેદનમાં જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. નિવેદન અનુસાર, કાઝીરંગાના કોહોરા ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ (IWDC) ની બેઠકમાં રોકાણ પ્રસ્તાવોની જાહેરાત કરવામાં આવી હતી. આસામના કાઝીરંગામાં ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ (IWDC) ની બીજી બેઠક દરમિયાન નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમ (NRT&NS) લોન્ચ કરી હતી. આ પહેલનો હેતુ સમગ્ર ભારતમાં આંતરદેશીય જળમાર્ગ પરિવહનની સલામતી અને કાર્યક્ષમતા વધારવાનો છે.
દેશના 15 શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ વિકસાવાશે
IWDC રાષ્ટ્રીય જળમાર્ગો પર મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા માટે પાંચ વર્ષમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરશે. IWDC નું આયોજન ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI) દ્વારા કરવામાં આવ્યું હતું. IWAI એ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MOPSW) હેઠળના જળમાર્ગોના વિકાસ માટેની નોડલ એજન્સી છે.
IWAI ની આ બેઠક પ્રસંગે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આંતરિક જળમાર્ગો પર ગ્રીન શિપિંગને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં 1,000 ગ્રીન શિપનું સંચાલન કરવામાં આવશે. સોનોવાલે કહ્યું કે કોચીના વોટર મેટ્રો પ્રોજેક્ટની સફળતા બાદ તેને ગુવાહાટી સહિત દેશના 15 શહેરોમાં વિસ્તારવામાં આવશે. વર્ષ 2023માં સ્થપાયેલ IWDC એ અંતર્દેશીય જળ સંસ્થાઓમાંથી મહત્તમ આર્થિક ક્ષમતા હાંસલ કરવાનો પ્રયાસ છે.
આંતરિક જળમાર્ગોના વિકાસે વેપાર અને પર્યટનને નવી ઊંચાઈ આપી
ભારતમાં આંતરિક જળમાર્ગોના વિકાસે વેપાર અને પર્યટનને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. એપ્રિલ-નવેમ્બર 2024 વચ્ચે જળમાર્ગના ઉપયોગમાં 7%નો વધારો નોંધવામાં આવ્યો હતો. રિવર ક્રુઝ ટુરિઝમમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે, 2013-14માં માત્ર 3 જહાજ હતા જ્યારે 2023-24માં 25 છે એટલે કે 10 વર્ષમાં 22 જહાજનો વધારો થયો.
ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર જેવા પડોશી દેશો સાથે વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ અને કરારો દ્વારા વેપાર અને સીમલેસ ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આ પહેલ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ પર્યાવરણીય રીતે ટકાઉ અને પ્રાદેશિક સંબંધોને મજબૂત બનાવશે.