દર મહિનાની જેમ આ મહિનાથી એટલે કે 1 નવેમ્બર, 2024થી ઘણા નિયમો બદલવામાં આવી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે, જ્યારે ટ્રેન ટિકિટ બુકિંગના નિયમો, ક્રેડિટ કાર્ડ, બેંકિંગ નિયમો અને મની ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ કયા નિયમોથી કેટલો ફાયદો અને નુકસાન થશે. અને જાણીએ કે કયા નિયમોમાં બદલાવ થયો છે.


LPG ગેસની કિંમતમાં ફેરફાર

નવા મહિનાની શરૂઆત સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બીજો ફેરફાર- એટીએફ અને સીએનજી-પીએનજીના ભાવ

એલપીજી ગેસની સાથે જ સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો કરવામાં આવે છે. જો કે આ મહિને તેની કિંમતમાં કોઇ બદલાવ થયો નથી. જો કે એર ટર્બાઇન ફ્યુલની કિંમતમાં કટૌતી જોવા મળી છે. ઓક્ટોબરમાં એર ટર્બાઇન ફ્યુલની કિંમત 93,480 હતી જે ઘટીને 87,597 રૂપિયા પ્રતિ કિલોલીટર થઇ ગઇ છે.

ત્રીજો ફેરફાર- ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડ 1 નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે. જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણી અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે સંબંધિત છે. 1 નવેમ્બરથી અસુરક્ષિત SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75 રૂપિયાના ફાઇનાન્સ ચાર્જ ચૂકવવાના રહેશે. આ સિવાય વીજળી, પાણી, LPG ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

ચોથો ફેરફાર- મની ટ્રાન્સફરનો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે 1 નવેમ્બર, 2024 થી અમલમાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ્ય છેતરપિંડી માટે બેંકિંગ ચેનલોનો દુરુપયોગ અટકાવવાનો છે.

પાંચમો મોટો ફેરફાર- ટ્રેન ટિકિટમાં ફેરફાર

ભારતીય રેલ્વેની ટ્રેન ટિકિટ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) જેમાં મુસાફરીના દિવસનો સમાવેશ થતો નથી, તેને 1 નવેમ્બર, 2024 થી 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.

છઠ્ઠો ફેરફાર- UPI સંબંધિત મર્યાદામાં વધારો

1 નવેમ્બર, 2024થી UPI લાઇટ પ્લેટફોર્મમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. હવે UPI લાઇટ યુઝર્સ વધુ પેમેન્ટ કરી શકશે. RBIએ પણ તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી દીધી છે. આ ઉપરાંત એક અન્ય ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે UPI લાઇટ બેલેન્સ એક ચોક્કસ મર્યાદાથી નીચે રહેશે. નવી ઓટો ટોપ-અપ સુવિધાથી UPI લાઇટમાં પૈસા ફરીથી એડ થઇ જશે.

7મો ફેરફાર- 13 દિવસ સુધી બેંકોમાં કામ નહીં

નવેમ્બરમાં ઘણા પ્રસંગોએ બેંકો બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે. આ બેંક રજાઓ દરમિયાન, તમે બેંકોની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને તમારું બેંકિંગ સંબંધિત કામ અને વ્યવહારો પૂર્ણ કરી શકો છો. આ સેવા 24X7 કાર્યરત રહે છે.

  • Follow us on: