નવેમ્બર મહિનો પુરો થઇ ગયો છે. આજે પહેલી ડિસેમ્બર છે. ત્યારે નવા મહિનાની સાથે સાથે કેટલાક બદલાવ પણ જોવા મળવાના છે. પહેલી તારીખથી દેશમાં કેટલાક નિયમો પર ફેરફાર જોવા મળવાના છે. ત્યારે આવો જાણીએ ડિસેમ્બરમાં કયા કયા બદલાવ આવશે.


LPG સિલિન્ડરના ભાવમાં વધારો

 નવેમ્બર મહિનામાં lpg ગેસની કિંમતોમાં વધારો કર્યા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પહેલી ડિસેમ્બરે ફરી એકવાર 19 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં આ LPG સિલિન્ડરની કિંમત 1818.50 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1802 રૂપિયામાં મળતી હતી.

જ્યારે કોલકાતામાં તે હવે 1927 રૂપિયા થઈ ગયો છે, જે 1 નવેમ્બરના રોજ વધારા બાદ 1911.50 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. આ સાથે મુંબઈના એલપીજી સિલિન્ડરની કિંમત પર નજર કરીએ તો 19 કિલોના સિલિન્ડરની કિંમત 1754.50 રૂપિયા હતી, જે હવે વધીને 1771 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધી આ સિલિન્ડર ચેન્નાઈમાં 1964.50 રૂપિયામાં મળતું હતું, જે હવે 1980.50 રૂપિયા થઈ ગયું છે.

એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં વધારો

એલપીજી સિલિન્ડરની કિંમતો સાથે, એર ટર્બાઇન ઇંધણ (ATF) ની કિંમત પણ તેલ વિતરણ કંપનીઓ મહિનાના પ્રથમ દિવસે સુધારે છે. આ વખતે પણ 1લી ડિસેમ્બરે એર ફ્યુઅલની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો અને તેમાં વધારો કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એટીએફના ભાવમાં સતત બીજા મહિને પણ વધારો થયો છે.

જો આપણે ફેરફારો પર નજર કરીએ તો 1 નવેમ્બરે, નવી દિલ્હીમાં ATFની કિંમત 3.3% વધીને રૂ. 90,538.72 પ્રતિ કિલોલીટર થઈ હતી, જે 1 ડિસેમ્બરે વધીને રૂ. 91,856.84 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ ઉપરાંત, મુંબઈમાં તે રૂ. 84,642.91 થી વધીને રૂ. 85,861.02, કોલકાતામાં રૂ. 93,392.79 થી વધીને રૂ. 94,551.63 અને ચેન્નાઇમાં રૂ. 93,957.10 થી વધીને રૂ. 95,231.49 પ્રતિ કિલોલીટર થઇ ગયા છે.

SBI ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર

1 ડિસેમ્બર 2024થી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સંબંધિત છે. આ ફેરફાર SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે જોઈ શકાય છે. SBI કાર્ડ્સની વેબસાઈટ મુજબ એવી જાહેરાત કરવામાં આવી હતી કે 48 ક્રેડિટ કાર્ડ્સમાં ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો પરના રિવોર્ડ પોઈન્ટને પહેલી તારીખથી નાબૂદ કરવામાં આવશે. જે આજથી અમલમાં આવી શકે છે.

17 દિવસની બેંક રજા

જો તમારી પાસે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તમને જણાવી દઈએ કે વર્ષના ડિસેમ્બર મહિનાના અડધાથી વધુ દિવસો બેંકમાં રજા જાહેર કરવામાં આવે છે. મહિનાના 17 દિવસ વિવિધ રાજ્યોની બેંકોમાં તાળા લટકતા જોવા મળશે. આરબીઆઇના બેંક હોલિ ડે લિસ્ટ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે અને તેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જોઈ શકો છો.

ડિસેમ્બરમાં ઘણા મહત્વપૂર્ણ કામોની અંતિમ તારીખ

આ ફેરફારોની સાથે ડિસેમ્બર મહિનો ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે પણ ખાસ છે. ડિસેમ્બરમાં, આધાર કાર્ડ ફ્રી અપડેટથી લઈને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે UIDAI દ્વારા ફ્રી આધાર અપડેટની સમયમર્યાદા 14મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે આ સિવાય એક્સિસ બેંક આ મહિનાની 20મી ડિસેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડની ફીમાં ફેરફાર કરવા જઈ રહી છે. આના પર નાણાકીય ફી 3.6% થી વધારીને 3.75 રૂપિયા પ્રતિ માસ કરવાની તૈયારીઓ છે.

  • Follow us on: