- હેલ્મેટ પહેરીને બેલ્ટ બંધ નહીં કરો તે ખોટું
- એક્સીડન્ટની સ્થિતિમાં નીકળી જશે હેલ્મેટ
- પોલીસ ફાડી શકે છે 1000 રૂપિયાનો દંડ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે હેલ્મેટ પહેરો છો તો પણ પોલીસ તમારા નામનો મેમો ફાડી શકે છે. નહીંને. પણ જો તમે ખોટી રીતે હેલ્મેટ પહેરો છો તો તમને દંડ થઈ શકે છે. હેલ્મેટ પહેરવું પૂરતું નથી પણ તેને યોગ્ય રીતે પહેરવું જરૂરી છે. જો તમે હેલ્મેટને યોગ્ય રીતે પહેરતા નથી તો પોલીસ તમારો મેમો ફાડી શકે છે. આ દંડ 1000 રૂપિયાનો હોઈ શકે છે.
આ વાતોનું રાખો ધ્યાન
કેટલાક લોકો હેલ્મેટ પહેરી લે છે પણ તેની સ્ટ્રીપ બાંધતા નથી જ્યારે હેલ્મેટની સ્ટ્રીપ બાંધવી જરૂરી છે. કોઈ વ્યક્તિ હેલ્મેટની સ્ટ્રીપ બાંધતા નથી અને તેનો એક્સીડન્ટ થઈ જાય છે તો હેલ્મેટ તે વ્યક્તિની સુરક્ષા કરી શકશે નહીં. કેમકે આવી સ્થિતિમાં ઝટકો લાગવાથી હેલ્મેટ નીકળી જશે અને તમને ઈજા થઈ શકે છે.

શું કહે છે નિયમ
મોટર વ્હીકલ એક્ટના અનુસાર બાઈક કે સ્કૂટર પર હેલ્મેટની સ્ટ્રીપ નહીં બાંધવા પર 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ દંડ 194D MVA ના આધારે થશે. આ માટે જો તમે દંડ ભરવા ઈચ્છતા નથી તો તમે હેલ્મેટને યોગ્ય રીતે સ્ટ્રીપ બંધ કરીને પહેરો.
આ રીતે ચેક કરો ઓનલાઈન મેમો
- https://echallan.parivahan.gov.in/ પર જાઓ.
- 'Check Online Service' પર જાઓ.
- Check Challan Status પર ક્લિક કરો.
- વાહન સાથે માંગવામાં આવેલી જાણકારી ભરો અને કેપ્ચા ભરો.
- Get details પર ક્લિક કરો.
- તમને દંડનું સ્ટેટસ જોવા મળી જશે.