• સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ G20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા
  • ક્રાઉન પ્રિન્સ માટે દિલ્હીની હયાત રિજન્સીમાં રહેવાની વ્યવસ્થા કરાઈ
  • તેઓ અપાર સંપત્તિ, લક્ઝરી કાર, વૈભવી મહેલો અને શાહી જાહાજોના માલિક છે
ભારતમાં આયોજિત ભવ્ય G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરના ટોચના નેતાઓ નવી દિલ્હી આવ્યા છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ અવારનવાર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલનાં કારણે ચર્ચામાં રહે છે. દુનિયા જાણે છે કે, મોહમ્મદ બિન સલમાન પાસે અપાર સંપત્તિ, લક્ઝરી કાર, વૈભવી મહેલો અને શાહી જાહાજોના માલિક છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમના રહેવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવે છે.

G20 સમિટ દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માટે નવી દિલ્હીની હયાત રિજન્સીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાઉદી અરેબિયાનું પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે. સાથે જ આજે અમે તમને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ફ્રાન્સની મુલાકાત વિશેની એક ઘટના જણાવી રહ્યા છીએ જ્યારે તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓ દુનિયાના સૌથી મોંઘા મકાનમાં રહેતા હતા.

આ ઘર મોહમ્મદ બિન સલમાનનું જ હોવાનું બહાર આવ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ બિન સલમાનનું આ ઘર વર્સેલ્સ પેલેસની અસાધારણ લક્ઝરીની નકલ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. વર્સેલ્સ પેલેસ ફ્રેન્ચ શાહી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન હતું જે હવે સંગ્રહાલયમાં ફેરવાઈ ગયું છે. પેરિસમાં સ્થિત આ ઘર સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વર્ષ 2015માં ખરીદ્યું હતું. આવી સ્થિતિમાં તેમના ફ્રાંસ પ્રવાસ દરમિયાન આ ઘરમાં તેમનું રોકાણ ચર્ચાનો વિષય બની ગયું હતું. માહિતી અનુસાર, જ્યારે મોહમ્મદ બિન સલમાન વિશ્વના સૌથી મોંઘા મકાનમાં રોકાયા હતા ત્યારે હવેલીની સીમાની બહારના ગેટ પર મોટી સંખ્યામાં સૂટ પહેરેલા સુરક્ષાકર્મીઓ હાજર હતા.

ઘરના માલિક વિશે એક રહસ્ય હતું

7,000 ચોરસ મીટરમાં ફેલાયેલી આ મિલકતના માલિક વિશે કોઈને કંઈ ખબર નહોતી. મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા હતા કે એક અજાણ્યા ખરીદદારે તેને 2015માં 275 મિલિયન યુરો (તે સમયે $300 મિલિયન)માં ખરીદ્યું હતું. ત્યારે ફોર્ચ્યુન મેગેઝીને તેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર જાહેર કર્યું હતું. જોકે, બે વર્ષ બાદ ખુલાસો કર્યો હતો કે તેના માલિક સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે.

  • Follow us on: