• ભારતીય શેરબજારમાં આજે કારોબારમાં જોરદાર ઘટાડો 
  • શેરબજારની શરૂઆત લગભગ સપાટ થઈ 
  • નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર

ભારતીય શેરબજારમાં આજે કારોબારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારની શરૂઆત લગભગ સપાટ થઈ ગઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 2 મિનિટમાં જ સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે અને 19500 ની નજીક પહોંચી ગયો છે.

સવારે બજાર કેવી રીતે ખુલ્યું?

BSE નો સેન્સેક્સ 14.98 પોઈન્ટ ઘટીને 65,813 ના સ્તરે ખૂલ્યો હતો અને NSE નો નિફ્ટી 15.90 પોઈન્ટ ના મામૂલી ઘટાડા સાથે 19,622 પર ટ્રેડિંગ શરુ થયો હતો.

વૈશ્વિક બજારમાં ઘટાડો

આજે વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. ડાઉ જોન્સ 0.2 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. તે જ સમયે, S&P 500 0.01 ટકા અને NASDAQ 0.67 ટકા મજબૂત દેખાઈ રહ્યો છે. આ સિવાય એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.2 ટકા ડાઉન દેખાય છે. આ સિવાય હેંગસેંગ ઈન્ડેક્સ પણ 1.48 ટકા નીચે છે.

કઈ કંપનીઓના શેર ખરીદવામાં આવી રહ્યા છે?

સેન્સેક્સ ગેઇનર્સની યાદીમાં એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રા કેમિકલ, M&M, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક અને NTPCનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓના શેરમાં ખરીદી ચાલી રહી છે.

આ સિવાય ઘટતા શેરોની યાદીમાં મારુતિ 1.3 ટકા નીચે છે. જ્યારે રિલાયન્સ, એસબીઆઈ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોટક બેંક, ભારતી એરટેલ, આઈટીસી, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક, એલટી, વિપ્રો, સન ફાર્મા, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને ટાઇટનના શેરમાં વેચવાલી છે.

તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં

આજે માર્કેટમાં ઘટાડાને કારણે તમામ સેક્ટર લાલમાં છે. નિફ્ટી બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઇટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


  • Follow us on: