ભારતીય શેરબજાર આજે એટલે કે, 08 નવેમ્બર શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 100 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 55 પોઈન્ટના ઘટાડા સાથે 79,486 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 51 પોઈન્ટ ઘટીને 24,148ના લેવલ ઉપર બંધ રહ્યો હતો.


આ દરમ્યાન સ્મોલ કેપ 850 ઘટીને 54,913 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઘટ્યા અને 14 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 27 ઘટ્યા અને 23 વધ્યા. એનએસઈ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 2.90 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

નિફ્ટીમાંથી અડધાથી વધુ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા

આજે, BSE સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની 14 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે, નિફ્ટી 50 માંથી 23 કંપનીઓના શેર લાભ સાથે લીલા નિશાનમાં અને બાકીની 27 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.


ગુરુવારે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું

આ અગાઉ ગઈકાલે એટલે કે 7 નવેમ્બરે ગુરુવારે સેન્સેક્સ 836 પોઈન્ટના કડાકા સાથે 79,541 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 284 પોઈન્ટ ઘટીને 24,199ના લેવલ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ડાઉન હતા અને 1 વધ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી જોવા મળી હતી. એનએસઈના તમામ સેકટોરિયલ ઈન્ડેકસ ઘટાડા સાથે બંધ થયા છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.73 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: