ભારતીય શેરબજાર આજે એટલે કે, 11 નવેમ્બર સોમવારે ફલેટ કારોબાર રહ્યો હતો. જો કે સવારે માર્કેટ ઘટીને ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 9 પોઈન્ટના ઉછાળા સાથે 79,496 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 6 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,141ના લેવલ ઉપર બંધ થયો હતો. આ સમયે, સ્મોલ કેપ 627 પોઈન્ટ ઘટીને 54,286ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 ઘટ્યા અને 12 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 ઘટ્યા અને 19 વધ્યા. જ્યારે, એક શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
સેન્સેક્સની 18 કંપનીઓના શેર્સ રેડ ઝોનમાં બંધ
સોમવારે સેન્સેક્સની 30માંથી 18 કંપનીઓના શેર રેડ નિશાનમાં અને બાકીની 12 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી 50ની 50માંથી 30 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને 19 કંપનીઓના શેર નફા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. જ્યારે એક કંપનીના શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા.
શુક્રવારે માર્કેટ ઘટીને બંધ થયું હતું
આ અગાઉ શુક્રવારે એટલે કે, 8મી નવેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 55 પોઇન્ટના ઘટાડા સાથે 79,486 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 51 પોઈન્ટ ઘટીને 24,148ના સ્તરે બંધ રહ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.