ભારતીય શેરબજાર આજે એટલે કે, 13 નવેમ્બર બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તૂટીને ખુલ્યું હતું. આજે માર્કેટ 984 પોઈન્ટ ઘટીને 77,690 પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 324 પોઈન્ટ ઘટીને 23,559ના લેવલ પર બંધ રહ્યું હતું. સેન્સેક્સનાં 30 શેરોમાંથી 26 ઘટ્યા અને 4 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 44 ઘટ્યા અને 6 વધ્યા. એનએસઈનાં તમામ સેકટોરિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો બોલાયો
અઠવાડિયાના ત્રીજા દિવસે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને માત્ર 4 કંપનીઓના શેર જ લાભ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50માંથી 44 કંપનીઓના શેર પણ ઘટાડા સાથે રેડ ઝોનમાં અને માત્ર 6 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. આનો સીધો અર્થ એ થયો કે આજે ફરી એકવાર મોટાભાગની કંપનીઓના શેરમાં જંગી વેચવાલી થઈ છે.
માત્ર આ 4 કંપનીઓના શેર ગ્રીનઝોનમાં બંધ થયા
આ સિવાય ICICI બેન્ક, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, ટાઇટન, HCL ટેક, ભારતી એરટેલ, ITC અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં પણ ઘટાડો થયો હતો. જોકે, ટાટા મોટર્સનો શેર 0.29 ટકાના વધારા સાથે, NTPCનો શેર 0.21 ટકાના વધારા સાથે, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.16 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસનો શેર 0.01 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
મંગળવારે માર્કેટ તૂટીને બંધ થયું હતું
આ અગાઉ ગઈકાલે એટલે કે, 12મી નવેમ્બરે સેન્સેક્સ દિવસના ઉંચા 79,820થી 1145 પોઈન્ટ ઘટયો હતો. આ જ સમયે, નિફ્ટી પણ દિવસના સર્વોચ્ચ 24242થી 359 પોઈન્ટ ગગડી ગયો હતો. દિવસના કારોબાર પછી, સેન્સેક્સ 820 પોઈન્ટ 1.03 ટકાના ઘટાડા સાથે 78675 પર બંધ થયો.
નિફ્ટીમાં પણ 257 પોઈન્ટ 1.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,883ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટયા હતા અને 3માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી હતી.નોંધ: સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.