ભારતીય શેરબજાર આજે એટલે કે, 14 નવેમ્બર ગુરુવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ સામાન્ય વધારા સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 77,580 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 26 પોઈન્ટ ઘટીને 23,532ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, સ્મોલકેપ 429 પોઈન્ટ વધીને 52,381 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઘટ્યા અને 13 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 29 ઘટ્યા અને 21 વધ્યા.
સેન્સેક્સના અડધાથી વધુ અને નિફ્ટીની 50 કંપનીઓને નુકસાન
ગુરુવારના ઘટાડામાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં અને બાકીની 13 કંપનીઓના શેર ઉછાળા સાથે રેડ ઝોનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને બાકીની 21 કંપનીઓના શેર નફા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.
બુધવારે માર્કેટમાં કડાકો બોલાયો હતો
આ અગાઉ ગઈકાલે એટલે કે 13મી નવેમ્બરે સેન્સેક્સ 984 પોઈન્ટ ઘટીને 77,690ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 324 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 23,559ના સ્તરે બંધ થયો હતો. આ દરમિયાન સ્મોલકેપ 1,651 પોઈન્ટ ઘટીને 51,952 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 44માં ઘટાડો અને 6માં તેજી હતી. NSEના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.