ભારતીય શેરબજાર આજે એટલે કે, 08 નવેમ્બર શુક્રવારે ઉછાળા સાથે થઈ હતી પરંતુ ખુલ્યા પછી તરત જ તે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. ગુરુવારે પણ માર્કેટ 836 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. ત્યારબાદ સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,400ના લેવલ ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,140ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટી રહ્યા છે અને 7 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઘટી રહ્યા છે અને 14 વધી રહ્યા છે. આઈટી સેક્ટર સિવાય એનએસઈના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો

નિફ્ટીના શેર્સમાં સૌથી મોટો ઘટાડો BPCL (1.59 ટકા), કોલ ઈન્ડિયા (1.58 ટકા), રિલાયન્સ (1.58 ટકા), ટાટા મોટર્સ (1.52 ટકા) અને ICICI બેન્ક (1.21 ટકા)માં જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસમાં 1.47 ટકા, અપોલો હોસ્પિટલમાં 1.14 ટકા, હિન્દાલ્કોમાં 1.12 ટકા, વિપ્રોમાં 1.04 ટકા અને ટેક મહિન્દ્રામાં 0.80 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ગુરુવારે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું

આ અગાઉ ગઈકાલે એટલે કે 7 નવેમ્બરે ગુરુવારે સેન્સેક્સ 836 પોઈન્ટના કડાકા સાથે 79,541 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 284 પોઈન્ટ ઘટીને 24,199ના લેવલ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ડાઉન હતા અને 1 વધ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી જોવા મળી હતી. એનએસઈના તમામ સેકટોરિયલ ઈન્ડેકસ ઘટાડા સાથે બંધ થયા છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.73 ટકાનો ઘટાડો નોંધાયો હતો.



 


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: