ભારતીય શેરબજાર આજે એટલે કે, 11 નવેમ્બર સોમવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે પણ માર્કેટ 300 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. નબળા ગ્લોબલ સંકેતોને કારણે ભારતીય શેરબજાર કારોબારના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે ખુલ્યું છે. એશિયન દેશોના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ભારતીય બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટીએ પહેલાથી જ માર્કેટ નીચા ખુલવાના સંકેતો આપ્યા હતા. સેન્સેક્સ 400 અને નિફ્ટી 118 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
અત્યારે ભારતીય બજાર અંડર પરફોર્મન્સમાં
વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ભારે વેચાણને કારણે ભારતીય બજાર અત્યારે અંડરપરફોર્મન્સનું સાક્ષી બન્યું છે. જો ગત અઠવાડિયાની વાત કરીએ તો FIIએ લગભગ રૂપિયા 20,000 કરોડનું વેચાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 14,391 કરોડની ખરીદી કરી છે. છેલ્લા 29 સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 1.41 લાખ કરોડનું વેચાણ કર્યું છે.
શુક્રવારે માર્કેટ ઘટીને બંધ થયું હતું
આ અગાઉ શુક્રવારે એટલે કે, 8મી નવેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 55 પોઇન્ટના ઘટાડા સાથે 79,486 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 51 પોઈન્ટ ઘટીને 24,148ના સ્તરે બંધ રહ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.