ભારતીય શેરબજાર આજે 13મી નવેમ્બરે સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 78,420ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 120 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,750ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટી રહ્યા છે અને 9 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટી રહ્યા છે અને 8 વધી રહ્યા છે. NSEના તમામ સેકટોરિયલ ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજાર ફરી લાલ નિશાનમાં ખુલ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડેક્સ નુકસાન સાથે વેપાર શરૂ કર્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.30 વાગ્યે 83.63 પોઈન્ટના ઘટાડા સાથે 78591.55ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી) એનએસઈ પણ 59.9 પોઈન્ટના ઘટાડા સાથે 23823.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


ટોપ ગેઈનર અને ટોપ લોઝર સ્ટોક્સ

નિફ્ટીમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ સૌથી વધુ ઘટેલા છે, જ્યારે ભારતી એરટેલ, ટાઇટન કંપની, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક અને એસબીઆઈ લાભાર્થીઓમાં છે. બેન્ક, ઓટો, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, રિયલ્ટી અને મીડિયા સિવાયના સેક્ટરમાં 1-1 ટકાના ઘટાડા સાથે રેડમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1-1 ટકા ઘટ્યા હતા.


મંગળવારે માર્કેટ તૂટીને બંધ થયું હતું

આ અગાઉ ગઈકાલે એટલે કે, 12મી નવેમ્બરે સેન્સેક્સ દિવસના ઉંચા 79,820થી 1145 પોઈન્ટ ઘટયો હતો. આ જ સમયે, નિફ્ટી પણ દિવસના સર્વોચ્ચ 24242થી 359 પોઈન્ટ ગગડી ગયો હતો. દિવસના કારોબાર પછી, સેન્સેક્સ 820 પોઈન્ટ 1.03 ટકાના ઘટાડા સાથે 78675 પર બંધ થયો.

નિફ્ટીમાં પણ 257 પોઈન્ટ 1.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,883ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટયા હતા અને 3માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી હતી.



Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી. 

  • Follow us on: