ભારતીય શેરબજાર આજે એટલે કે, 14 નવેમ્બર ગુરુવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બુધવારે માર્કેટ 984 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. સેન્સેક્સ 123 પોઈન્ટના ઉછાળા સાથે 77,813 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 40 પોઈન્ટના ઉછાળા સાથે 23599 પોઈન્ટ પર ખુલ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા બજારના ઘટાડા પર આજે બ્રેક લાગી રહી છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે જેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.



 આ શેર્સમાં તેજી જોવા મળી

આજના કારોબારમાં નિફ્ટીનાં શેર્સમાં સૌથી વધુ વધારો આઈસર મોટર્સમાં 7.01 ટકા, એચસીએલ ટેકમાં 1.60 ટકા, હિન્દાલ્કોમાં 1.18 ટકા, એશિયન પેઇન્ટમાં 0.66 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.62 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયે, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 1.22 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.19 ટકા, HULમાં 1.01 ટકા અને BPCLમાં 0.95 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.


સેક્ટોરિયલ ઈન્ડોકસની સ્થિતિ

સેક્ટોરિયલ ઈન્ડોકસની વાત કરીએ તો, આજે સૌથી વધુ વધારો નિફ્ટી મીડિયામાં 1.83 ટકા, નિફ્ટી બેન્કમાં 0.61 ટકા, નિફ્ટી ઑટોમાં 0.15 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.51 ટકા, નિફ્ટી આઇટીમાં 0.56 ટકા, નિફ્ટી મેટલમાં 0.54 ટકા, નિફ્ટી ફાર્મામાં જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.13 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.92 ટકા ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.56 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.74 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.21 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.09 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.65 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટકા

માત્ર ત્રણ દિવસમાં 15 લાખ કરોડનું જંગી ધોવાણ

ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 12 જૂન 2024ના સ્તરે પહોંચી ગયું છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ જે કંઈ કમાણી કરી હતી, તે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાના કારણે ગુમાવી દીધી હતી. બીએસઈ ઉપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 430.61 લાખ કરોડ ખુલ્યું હતું જે છેલ્લા સત્રમાં રૂપિયા 429.46 લાખ કરોડ હતું. છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોને 15 લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે.


બુધવારે માર્કેટમાં કડાકો બોલાયો હતો

આ અગાઉ ગઈકાલે એટલે કે 13મી નવેમ્બરે સેન્સેક્સ 984 પોઈન્ટ ઘટીને 77,690ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 324 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 23,559ના સ્તરે બંધ થયો હતો. આ દરમિયાન સ્મોલકેપ 1,651 પોઈન્ટ ઘટીને 51,952 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 44માં ઘટાડો અને 6માં તેજી હતી. NSEના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.


 


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: