• ગત સપ્તાહના વધારા બાદ આજે શેરબજારમાં મોટો ઘટાડો 
  • Sensex 266 પોઇન્ટના ઘટાડા સાથે 67,572 પોઇન્ટ પર બંધ
  • Nifty 69 પોઇન્ટના ઘટાડા સાથે 20,122 પોઇન્ટ પર બંધ

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં આવેલા ક્રાંતિકારી વધારા બાદ કારોબારીનો આજનો પહેલો દિવસ નુકસાનીનો સાબિત થયો. ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે નિફ્ટી 20,000ની ક્રાંતિકારી સપાટી વટાવી ચૂક્યો હતો. જોકે, આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે નિફ્ટી સહિત તમામ ઇન્ડેક્સ રેડ લાઇન સાથે બંધ થયા છે.

આજે, સેન્સેક્સ 0.39% સાથે 266.40 પોઈન્ટના ઘટાડા સાથે 67,572.23 પોઈન્ટ પર બંધ થયો હતો. તો નિફ્ટીમાં આજે ઘટાડો નોંધાયો હોવા છતાં 20 હજારના આંકની ઉપર બંધ થયો છે. નિફ્ટી 0.35% સાથે 69.80 પોઈન્ટના ઘટાડા સાથે 20,122.55 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટી બેંક 0.62% સાથે 288.85 પોઈન્ટના વધારા સાથે 45,942.65 પોઈન્ટ પર બંધ થયું હતું.

સેકટોરિયલ શેર્સની વાત કરીએ તો PSU બેંક ઇન્ડેક્સમાં 3.5 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે પાવરમાં 1 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે, ઓટો ઇન્ડેક્સમાં 1 ટકાનો જ્યારે FMCGમાં 0.5 ટકાનો વધારો નોંધાયો છે. તો, બીજી બાજુ, રિયલ્ટી ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જ્યારે બેંક, આઇટી, ફાર્મા અને મેટલ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આજે ભારતીય બજારના 1641 જેટલા શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 2005 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 167 શેર્સ એવા રહ્યા જેમાં કોઈ ફેરફાર થયો નથી.




  • Follow us on: