• સેન્સેક્સ 0.16 % ના વધારા સાથે 65,880 પર બંધ
  • નિફ્ટીમાં 0.18 % ના વધારા સાથે 19,611 પર બંધ
  • લગભગ તમામ સેકટોરિયલ શેર્સ વધારા સાથે બંધ

ભારતીય શેરબજારમાં આજના કારોબારી દિવસે સામાન્ય વધારો જોવા મળ્યો. શેરબજારના લગભગ મોટાભાગના શેર ગ્રીન લાઇન પર બંધ થયા હતા. સૂચકાંકો 6 સપ્ટેમ્બરના રોજ સળંગ બીજા સત્રમાં ઊંચા સ્તરે બંધ થયા હતા.

સેન્સેક્સ 0.15 % સાથે 100.26 પોઈન્ટના વધારા સાથે 65,880.52 પોઈન્ટ પર બંધ થયું હતું. તો નિફ્ટી 0.18 % સાથે 36.15 પોઈન્ટના વધારા સાથે 19,611.05 પોઈન્ટ પર બંધ થયું હતું. તો, નિફ્ટી બેન્કની વાત કરીએ તો તેમ આજે પણ ઘટાડો જોવામાં મળ્યો હતો. નિફ્ટી બેંકમાં 0.28% સાથે 123.05 પોઈન્ટના ઘટાડા સાથે 44,409.10 પોઈન્ટ પર બંધ થયું હતું.

સેકટોરિયલ શેર્સની વાત કરીએ તો, FMCG ના શેર્સમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ, પાવરના શેરોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે, મેટલ, રિયલ્ટી અને બેંકના શેરમાં 0.4 થી 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. 

તો, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વગર વધારા-ઘટાડા સાથે બંધ થાય હતા. તો, 1869 જેટલા શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 1659 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 142 શેર્સ એવા રહ્યા જેમાં કોઈ ફેરફાર થયો નથી.


  • Follow us on: