શેરબજારમાં આજે ફરી મંદીનું ગ્રહણ જોવા મળ્યું. ઓપરેશન સિંદૂર બાદ દેશમાં સ્થિતિ સામાન્ય થયા બાદ પણ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં મંદીનો ઓછાયો રહ્યો. સારી શરૂઆત બાદ બજારમાં ગણતરીની મિનિટમાં 800 પોઈન્ટનો ઘટાડો થયો.

બજારમાં આજે ફરી મંદીનું માવઠું જોવા મળ્યું. બજારની તેજીની ચાલ વચ્ચે મંદીના માવઠાના કારણે આજે મોટો કડાકો જોવા મળ્યો. આજે સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, HCL ટેક, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા હતા. આ ઉપરાંત સંરક્ષણ કંપની ડેટા પેટર્ન્સ લિમિટેડના શેરમાં ગઈકાલના વધારા બાદ આજે ઘટાડો જોવા મળ્યો. કંપનીના શેરમાં આજે 2%નો ઘટાડો જોવા મળ્યો અને શેર ₹2,705 પર આવી ગયો.  મોટા રોકાણકારે કંપનીમાં પોતાનો કેટલોક હિસ્સો વેચી દેતા શેરમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. આજે અનેક મોટી કંપનીઓના શેર ઘટી રહ્યા છે જયારે અદાણી પોર્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર અત્યારે ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

બજારમાં હાલના દિવસોમાં 20 મેના રોજ બજાર માટે સૌથી સારો દિવસ રહ્યો. આ દિવસે બજાર 150 પોઈન્ટનો ઉછાળા સાથે શરૂ થયા બાદ 800 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું.

19મેના રોજથી આ સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં લીલા નિશાન સાથે શરૂઆત થઈ હતી. સેન્સેકસ +7.94 (0.0096%)ના ઉછાળા સાથે 82,338.53ના સ્તર પર ખૂલ્યો હતો. અને નિફ્ટી +3.75 (0.015%)ના ઉછાળા સાથે 25,023.55ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે બીજા દિવસે મંગળવારના રોજ અને બુધવારના રોજ મંદી બાદ તેજી જોવા મળી હતી. અને આજે ગુરવારે બજારની લાલ નિશાન સાથે શરૂઆત થયા બાદ ગણતરીની મિનિટોમાં મોટો ઘટાડો થયો. શેરબજારમાં કડાકો થતા રોકાણકારો રાતા પાણીએ રોયા.

બજાર નિષ્ણાતના મતે, સપ્ટેમ્બર 2024 ના ઉચ્ચતમ સ્તરથી ભારતીય શેરબજારમાં તાજેતરમાં થયેલો ઘટાડો તમારા માટે લાંબા ગાળાના માટે રોકાણ કરવાની એક મોટી તક લઈને આવ્યો છે. બજારની આ ગતિના અંદાજ મુજબ સેન્સેક્સ જૂન 2026 સુધીમાં 1 લાખને સ્પર્શી શકે છે.