વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક શેરબજાર સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે મોટા ઘટાડા સાથે ખુલ્યું. દિવસના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ત્યારે બપોરે 3.30 કલાકે માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો, શેર માર્કેટ 800થી વધારે પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 274 પોઇન્ટના ઘટાડા સાથે 22,817 અંક પર બંધ થયો.
બજેટ પહેલા કડાકો
આ પહેલા ભારતીય શેરબજાર સતત ત્રીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું. સ્થાનિક કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અંગે ચિંતા અને અમેરિકાની વેપાર નીતિ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયાના અંતમાં બજેટ રજૂ કરવામાં આવશે. આમ છતાં, બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 2025 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
ઘટાડા સાથે માર્કેટ બંધ
મહત્વનું છે કે ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનો મૂડ વધુ ખરાબ કર્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1% થી વધુ ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 3.5% થી વધુ ઘટીને બંધ થયો. બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જેમાં આઈટી, મેટલ અને ફાર્મા સૂચકાંકોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. ઊર્જા, તેલ-ગેસ અને રિયલ્ટી શેરો પર દબાણ હતું.
ટોપ શેર અને લુઝર
ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ નિફ્ટીમાં ટોચના ઘટાડા કરનારા હતા. જ્યારે ICICI બેંક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, SBI, M&M, HUL નિફ્ટીના સૌથી વધુ ફાયદાકારક શેર હતા. સેન્સેક્સના 30 માંથી 26 શેરમાં ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીના 50 માંથી 46 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી બેંકના તમામ 10 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.