અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ 78 નિયમોમાં ફેરફાર કર્યો છે. સાથે જ વિવિધ વૈશ્વિક દ્રષ્ટિએ પણ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 1235 પોઇન્ટના ઘટાડા સાથે  76,001 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 291 પોઇન્ટના ઘટાડા સાથે 23,053 અંક પર બંધ થયો.  

ભારતીય બજારમાં ભારે અસ્થિરતા 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પડોશી દેશો પર ઊંચા વેપાર ટેરિફની જાહેરાત કર્યા પછી બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. ટ્રમ્પે પદ સંભાળ્યાના કલાકોમાં જ પડોશી દેશો પર વેપાર ટેરિફ લાદવાની યોજનાની જાહેરાત કરી. સોમવારે પદ સંભાળ્યા પછી તરત જ તેમણે કહ્યું કે તેમનું વહીવટ 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાનું વિચારી રહ્યું છે.