કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ એટલે કે સોમવાર અને મહાકુંભની શરૂઆત. ત્યારે મહાકુંભના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો જોવા મળ્યો. શેરબજાર બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં બંધ થયું. ત્યારે સેન્સેક્સ 1048 પોઇન્ટના ઘટાડા સાથે 76,348 અંક પર બંધ થયુ છે. જ્યારે 345.55 પોઇન્ટના ઘટાડા સાથે 23,085 અંક પર બંધ થયો છે.
કેમ માર્કેટ ડાઉન?
અમેરિકાના મજબૂત રોજગાર ડેટાએ વ્યાજ દરમાં વહેલા ઘટાડાની સંભાવનાઓને મોટો ફટકો આપ્યો છે. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $81 પર પહોંચી ગયો છે. આ બંને કારણોએ બજારના સેન્ટિમેન્ટને પણ અસર કરી છે. સોમવાર સવારથી બજારમાં સતત ઘટાડા વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 4,21,29,900 કરોડ થયું છે. શુક્રવારે તે 4,29,67,835 કરોડ રૂપિયા હતું.
ટોપ લુઝર-ગેનર શેર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં એશિયન પેઇન્ટ્સ, ઝોમેટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલ મુખ્ય ઘટ્યા હતા. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયા-પેસિફિક બજારોએ સપ્તાહની શરૂઆત નબળી રહી છે. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, હોંગકોંગના હેંગ સેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો જોવા મળ્યો. આજે રજાના કારણે જાપાની બજારો બંધ હતા.