આજે શેર માર્કેટમાં સામાન્ય તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 200થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સાથે જ ઓવરઓલ માર્કેટમાં મજબૂત દેખાવ જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી પણ સવારે 50 પોઈન્ટના વધારા સાથે 23,250 પર ખુલ્યો હતો. શેરબજારમાં આજે થોડી તેજી જોવા મળી છે.
પ્રીમિયર એનર્જીના શેરમાં 6 ટકાનો વધારો
આજે 15 જાન્યુઆરીના રોજ પ્રીમિયર એનર્જીના શેરમાં લગભગ 6 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. માર્કેટ બંધ થયું ત્યાં સુધી શેર BSE પર 2.53 ટકાના વધારા સાથે રૂપિયા 1143.65 પર ટ્રેડ થઈ રહ્યો છે. હકીકતમાં, કંપનીએ જાહેરાત કરી હતી કે તેની ત્રણ પેટાકંપનીઓને સોલાર પીવી સેલ અને મોડ્યુલોના પુરવઠા માટે રૂપિયા 1,460 કરોડના ઘણા ઓર્ડર મળ્યા છે.
આવતીકાલે RILના પરિણામો આવશે
આવતીકાલે બજારની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો જાહેર થશે. ત્રીજા ક્વાર્ટરમાં RILની આવક સ્થિર રહી શકે છે. નફા પર 10% ઘટાડો શક્ય છે. પરંતુ માર્જિનમાં સુધારો થઈ શકે છે. ટેરિફમાં વધારાને કારણે Jioના APRUમાં પણ વધારો થવાની શક્યતા છે.
વૈશ્વિક બજારોનું રહ્યું સકારાત્મક વલણ
વિદેશી બજારોમાં સ્થિરતા અને તેજીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનું વળતર: FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા વધતી ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો. આજે બેન્કિંગ, આઇટી અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું.