ગુરુવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ ટ્રેન્ડ કરી રહ્યા છે. બપોરે 3.30 કલાકે સેન્સેકસ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા સાથે 77,151 અંકે બંધ થયો. નિફ્ટી 139.05 પોઇન્ટના વધારા સાથે 23,352 અંક પર બંધ થયો.
બજારમાં તેજી
ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો અને બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી. બેંકિંગ શેરોમાં ઉછાળો, ઇન્ડેક્સ 1% થી વધુ વધ્યો. મેટલ, પીએસઈ, એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે ઇન્ફ્રા, ઓટો ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આઇટી, એફએમસીજી, ફાર્મા શેરોમાં દબાણ હતું.
ટોપ લુઝર-ટોપ ગેનર
નિફ્ટીમાં HDFC લાઇફ, શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના વધ્યા હતા. જ્યારે ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, નેસ્લે નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ થયો.