મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં જ બંધ થયો. સેન્સેક્સ 535 પોઇન્ટના વધારા સાથે 75,975 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 146.90 પોઇન્ટના વધારા સાથે 22,976 અંક પર બંધ થયો હતો.
છેલ્લા એક કલાકમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. દિવસના ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. નિફ્ટી તેના ઉપલા સ્તરથી લગભગ 170 પોઈન્ટ નીચે ગયો જ્યારે સેન્સેક્સ તેના ઉપલા સ્તરથી 520 પોઈન્ટ નીચે ગયો. બેંક નિફ્ટી ઉપલા સ્તરથી 350 પોઈન્ટ નીચે ગયો છે. ફાર્મા, કન્ઝ્યુમર ગુડ્સ અને પાવર શેરોમાં દબાણ જોવા મળ્યું. કારોબારના અંતે, સેન્સેક્સ 535.24 પોઈન્ટ અથવા 0.71 ટકાના વધારા સાથે 75,901.41 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 128.10 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 22,957 પર બંધ થયો.
