ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. ત્યારે બપોરે 3.30 કલાકે પણ માર્કેટની સ્થિતિ ડામાડોળ જ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. આ ચોથો દિવસ છે જ્યારે માર્કેટ લાલ નિશાનમાં બંધ થયુ હોય.  સેન્સેકસ પોઇન્ટના 528 ઘટાડા સાથે 77,620 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 162.45 પોઇન્ટના ઘટાડા સાથે 23,526 અંક પર બંધ થયો. 

નિફ્ટીની સાપ્તાહિક સમાપ્તિના દિવસે બજારમાં દબાણ હતું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, એનર્જી, ઓઇલ-ગેસ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. મેટલ, ઇન્ફ્રા અને આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી. જોકે, FMCG શેરોમાં ખરીદી જોવા મળી હતી જેના કારણે ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો હતો.

ટોપ ગેન-ટોપ લુઝર 

શ્રીરામ ફાઇનાન્સ, ONGC, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, BPC નિફ્ટીમાં ટોચના ઘટાડા કરનારા હતા. જ્યારે HUL, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઇન્ડિયા, M&M, બજાજ ઓટો નિફ્ટીના ટોચના લાભકર્તા હતા.

FMCG સિવાય, બધા ક્ષેત્રના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. કેપિટલ ગુડ્સ, આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ બેંક, પાવર, રિયલ્ટી સૂચકાંકોમાં 1-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.