નાણાકીય વર્ષના પહેલા દિવસે જ શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો. સેન્સેક્સ 1300 પોઇન્ટથી વધારે ઘટાડો થયો છે. જેનું કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પનું રેસિપ્રોકલ ટેરિફ. જેની સૌથી ખરાબ અસર આઇટી અને બેંકિંગ સેક્ટર પર પડી. ઓટો સિવાય, બધા મુખ્ય ક્ષેત્રો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. નિફ્ટી આઇટી, રિયલ્ટી, ફાઇનાન્શિયલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સમાં 1-3 ટકાનો ઘટાડો થયો. ખાસ વાત એ છે કે BSE ના માર્કેટ કેપમાં 3.50 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.


ટ્રમ્પના ટેરિફ ચિંતા વધારી 

2 એપ્રિલ ફક્ત અમેરિકા કે ભારત માટે જ મહત્વપૂર્ણ નથી. પરંતુ તે સમગ્ર વિશ્વ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દિવસને લિબરેશન દિવસ તરીકે નામ આપ્યું છે. 2 એપ્રિલથી ટ્રમ્પનો રેસિપ્રોકલ ટેરિફ સમગ્ર વિશ્વમાં અમલમાં આવશે. ટ્રમ્પે તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે આ બધા ટેરિફ બધા દેશોને લક્ષ્ય બનાવશે. જેના કારણે વૈશ્વિક વેપાર યુદ્ધની શક્યતા વધી ગઈ છે. જે વૈશ્વિક આર્થિક વિકાસને ધીમો પાડી શકે છે.

ક્રૂડ ઓઇલ 5 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે

ક્રૂડ ઓઇલના ભાવ પાંચ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે મોંઘવારીની ચિંતા વધી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ $74.67 પ્રતિ બેરલ હતું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) $71.37 પર ટ્રેડ થઈ રહ્યું હતું. તેલના ઊંચા ભાવ ભારતની રાજકોષીય ખાધ અને કોર્પોરેટ માર્જિન પર દબાણ લાવી શકે છે.

મજબૂત તેજી પછી પ્રોફિટ બુકિંગ

છેલ્લા આઠ સત્રોમાં નિફ્ટી અને સેન્સેક્સમાં લગભગ 5.4 ટકાનો વધારો થયો હતો. જે આ વર્ષ માટે સકારાત્મક હતો. તાજેતરના તેજી પછી રોકાણકારો નફો બુક કરી રહ્યા હોય તેવું લાગે છે, જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંકા ગાળામાં મૂલ્યાંકનમાં તીવ્ર વધારાને કારણે કેટલાક વેપારીઓ સાવધ બન્યા છે, જેના કારણે બ્લુ ચિપ શેરોમાં વેચાણ વધ્યું છે.

શું તેજી ફરી આવશે?

શું તેજી ચાલુ રહેશે કે મંદી આવશે? આનો જવાબ આપતા મુખ્ય રોકાણ વ્યૂહરચનાકારના જણાવ્યા મુજબ મુખ્યત્વે ટ્રમ્પ ટેરિફમાં શું જાહેરાત કરે છે તેના પર નિર્ભર રહેશે. જો ટેરિફ ધાર્યા કરતાં ઓછા હોય, તો બજારમાં તેજી આવી શકે છે, જેનું નેતૃત્વ ફાર્માસ્યુટિકલ્સ અને આઇટી જેવા બાહ્ય રીતે જોડાયેલા ક્ષેત્રો દ્વારા કરવામાં આવશે. બીજી બાજુ જો ટેરિફ ગંભીર રહેશે, તો બજાર મંદીના બીજા રાઉન્ડનો સામનો કરી શકે છે.


  • Follow us on: