- નિફ્ટી 24,500 અંકની સાથે આગળ
- બીએસઈના 30 શેર ધરાવતા સેન્સેક્સમાં સતત તેજી
- કારોબારના છેલ્લા દિવસે માર્કેટમાં રિકવરીનું વલણ
12 જુલાઈ કારોબારના છેલ્લા દિવસે શુક્રવારે ઘરેલું બજારમાં તેજી જોવા મળી રહી છે. બીએસઈનો 30 શેર ધરાવતો સેન્સેક્સ શરૂઆતના ગાળાના કારોબારમાં 226.11 અંક વધીને 80,123.45 અંક પર પહોંચી ગયો હતો. એનએસઈ નિફ્ટી 82.1 અંકની વધારા સાથે 24,398.05 અંક પર રહ્યો છે. સેન્સેક્સની યાદીમાં કંપનીઓમાંથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝના શેરમાં બે ટકાની તેજી જોવા મળી.
ઈન્ફોસિસ, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક્નોલોજીકલના શેર પણ ફાયદામાં રહ્યા. મારુતિ, એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ અને આઈટીસીના શેર નુકસાનમાં રહ્યા. એશિયન બજારમાં હોંગકોંગના હેંગસેંગ ફાયદામાં રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનો કોસ્પિ અને જાપાનનો નિક્કી નુકસાનમાં રહ્યા હતા.
અમેરિકી બજાર ગુરુવારે નેગેટિવ વલણની સાથે બંધ થયું હતું. વૈશ્વિક ઓઈલ માપદંડ બ્રેંટ ક્રૂડ વાયદા 0.25 ટકાની વધારાની સાથે 85.59 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. શેરબજારના આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણ એફઆઈઆઈ મૂડી બજારમાં ગુરુવારે વેચવાલી રહી અને શુદ્ધ રૂપથી 1,137.01 કરોડ રૂપિયાની કિંમતના શેર વેચ્યા.