- NSEના નિફ્ટીમાં 56 પોઈન્ટનો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.14 ટકાનો ઘટાડો
- સેન્સેકસ 28 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે, ગુરુવાર (1 ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. આજે શરૂઆતે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. સેન્સેક્સ 28 અંકોના ઘટાડા સાથે 71,723 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 21,737 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 20%નો ઘટાડો થયો છે.
સેન્સેક્સે માત્ર 25 પોઈન્ટના વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. નિફ્ટીની પણ આવી જ શરૂઆત હતી. જોકે, ટ્રેડિંગ થોડી મિનિટો માટે રેડ ઝોનમાં સરકી ગયો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં બજાર મર્યાદિત વધઘટ બતાવી રહ્યું છે. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 10 પોઈન્ટના મામુલી વધારા સાથે 71,750 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 21,730 પોઈન્ટની નજીક લગભગ ફ્લેટ હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 13માં વધારો અને 17માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. આની એક દિવસ પહેલા વૈશ્વિક ઘટાડાનો પ્રભાવ શરૂઆતના કારોબારમાં બજારમાં દેખાતો હતો, પરંતુ બાદમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ શાનદાર રિકવરી દર્શાવી હતી.
પ્રી-ઓપનમાં માર્કેટ મજબૂત રહ્યું હતું
બજાર ખૂલે તે પહેલાં ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ 21,800 પોઈન્ટના સ્તરની નજીક ગ્રીન ઝોનમાં નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સંકેત આપી રહ્યું હતું કે બજેટના દિવસે સ્થાનિક બજાર સારી શરૂઆત કરી શકે છે. પ્રી-ઓપન સેશનમાં BSE સેન્સેક્સ 315 પોઈન્ટથી વધુના વધારા સાથે 72 હજારના આંકને પાર કરી ગયો હતો. નિફ્ટી 50 પોઈન્ટથી વધુના વધારા સાથે 21,780 પોઈન્ટની ઉપર હતો.