આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારની ધમાકેદાર શરૂઆત થઈ છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 349.89 પોઈન્ટ (0.45%) વધીને 78903.09ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 98.20 (0.41%) વધીને 23,949.15ના સ્તર પર ખુલ્યો. ગત અઠવાડિયે સોમવારે બાંબા આંબેડકર જંયતિ અને શુક્રવારે ગુડફ્રાઈડના કારણે બજાર બંધ રહ્યા બાદ આજે સપ્તાહના આરંભમાં બજારની સારી શરૂઆત થઈ. લાંબા સમયગાળા બાદ સોમવારે શેરબજારની સારી શરૂઆત જોવા મળી. સપ્તાહની શરૂઆતમાં બજારની તેજી સાથે શરૂઆત થતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 349.89 પોઈન્ટ (0.45%) વધીને 78903.09ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 98.20 (0.41%) વધીને 23,949.15 પર ખુલ્યો.

ભારતીય શેરબજારની શરૂઆત ધમાકેદાર

આજે 21 એપ્રિલના રોજ ભારતીય શેરબજારની શરૂઆત ધમાકેદાર રહી છે. ગુરુવારે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહ્યો અને BSE સેન્સેક્સ 1,509 પોઈન્ટ વધ્યો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 414 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. ૩૦ શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 1,508.91 પોઈન્ટ અથવા 1.96 ટકાના ઉછાળા સાથે 78,553.20 પર બંધ થયો હતો અને 78,000નો આંકડો પાછો મેળવ્યો. ટ્રેડિંગ દરમિયાન, એક સમયે તે 1,572.48 પોઈન્ટ પર ચઢી ગયો હતો. ચાર દિવસની તેજીમાં, સેન્સેક્સ 4,706.05 પોઈન્ટ અથવા 6.37 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી 1,452.5 પોઈન્ટ અથવા 6.48 ટકા વધ્યો છે.