બુધવાર 2 એપ્રિલના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ પર બદલો લેવાની જાહેરાત કરવાની શક્યતાને કારણે આજે સ્થાનિક અને વૈશ્વિક શેરબજારોમાં હલચલ જોવા મળી રહી છે. રોકાણકારોમાં અનિશ્ચિતતા યથાવત છે. પરિણામે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યુ છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 251.88 પોઇન્ટના ઘટાડા સાથે 77,163.04 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −46.90 પોઇન્ટના ઘટાડા સાથે 23,472.45 અંક પર ખૂલ્યો.

લાલ નિશાને માર્કેટ ખૂલ્યુ 

વૈશ્વિક સ્તરે, રોકાણકારો વિવિધ ટેરિફ-સંબંધિત સમાચારો પર પ્રતિક્રિયા આપી રહ્યા હોવાથી બજારોમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત, આજે બજારની દિશા કેટલાક મહત્વપૂર્ણ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવશે - જેમ કે મેક્રોઇકોનોમિક ડેટા, વિદેશી રોકાણની સ્થિતિ, સોનાના ભાવ અને રૂપિયા-ડોલરની હિલચાલ.

ટ્રમ્પ:  કોઈપણ દેશને કોઈ છૂટ નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 2 એપ્રિલથી કોઈપણ અપવાદ વિના બધા દેશો પર સમાન ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભારત અને અમેરિકા પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર માટે ટેરિફ છૂટછાટો પર વાટાઘાટો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત એવા સમયે કરી કે જ્યારે ભારત અને અમેરિકા પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર માટે કર છૂટછાટ અંગે વાટાઘાટો કરી રહ્યા છે. ટ્રમ્પે રવિવારે એરફોર્સ વનમાં પત્રકારોને કહ્યુ કે આની શરૂઆત તમામ દેશોમાં થશે. તેમણે એમ કહ્યું કે બરાબરીનો કર લાદવો તે માત્ર 10-15 દેશોને લક્ષ્ય બનાવવામાં આવશે નહીં કે જેનો અમેરિકા સાથે વેપાર અસંતુલન વધારે છે. તેમણે એ વાત પર જોર આપ્યું કે કર વધારે પણ ઉદાર હશે. 

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

સોમવારના ભારે ઘટાડા બાદ મંગળવારે સવારે એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી. વોલ સ્ટ્રીટ પર રાતોરાત આવેલા સુધારાની અસર એશિયન બજારો પર પણ પડી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.6 ટકા, ઓસ્ટ્રેલિયાનો ASX200 ઇન્ડેક્સ 0.34 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.92 ટકા વધ્યો હતો.


સોમવારે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગે વધતી ચિંતાઓ વચ્ચે જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 4 ટકા, દક્ષિણ કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ 3 ટકા અને ઓસ્ટ્રેલિયાનો મુખ્ય બજાર 1 ટકાથી વધુ ઘટ્યો હતો.

દરમિયાન, યુએસમાં, S&P 500 ઇન્ડેક્સ સોમવારે 0.55 ટકાના વધારા સાથે બંધ થયો, જે શરૂઆતના નુકસાનમાંથી બહાર આવ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1 ટકાના વધારા સાથે બંધ થયો, જોકે નાસ્ડેક કમ્પોઝિટ 0.14 ટકા ઘટ્યો.