શેરબજારમાં આજે મામલી વધારા સાથે સારી શરૂઆત થઈ છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 79,505.36ના સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી પણ સકારાત્મક વલણ સાથે 24,157.65ના સ્તર પર ખુલ્યો. BSE સેન્સેક્સ 78.81 (0.10%) ના વધારા સાથે  79,505.36ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 4.20 (-0.02%) પોઈન્ટ ઘટીને 24,157.65ના સ્તર પર ખુલ્યો. આ પહેલા ગયા સોમવારે બજારમાં 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

ગઈકાલે સોમવારે સપ્તાહના આરંભમાં બજારની સારી શરૂઆત થઈ હતી. લાંબા સમયગાળા બાદ સોમવારે શેરબજારની સારી શરૂઆત જોવા મળી. સપ્તાહની શરૂઆતમાં બજારની તેજી સાથે શરૂઆત થતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 349.89 પોઈન્ટ (0.45%) વધીને 78903.09ના સ્તર પર ખુલ્યો હતો. જયારે NSE નિફ્ટી 98.20 (0.41%) વધીને 23,949.15 પર ખુલ્યો. 98.20 (0.41%) વધીને 23,949.15ના સ્તર પર ખુલ્યો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં તેજીના વલણને કારણે, સોમવાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં 32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.