વૈશ્વિક બજારોના સકારાત્મક વલણો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોમાં તેજીને કારણે હોળીના એક દિવસ પહેલા સ્થાનિક શેરબજાર લીલુંછમ થઈ ગયું. ગુરુવારે (13 માર્ચ) બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી 50  ઊંચા સ્તરે ખુલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 42.31 પોઇન્ટના વધારા સાથે  74,072.07 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 2.20 પોઇન્ટના વધારા સાથે  22,472.70 અંકે ખૂલ્યો. 

લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ 

શેરબજારો આજે ફેબ્રુઆરીના ફુગાવા (CPI) ડેટા અને જાન્યુઆરીના ઔદ્યોગિક ઉત્પાદન (IIP) ડેટા પર પ્રતિક્રિયા આપે તેવી શક્યતા છે. રોકાણકારો આજના નિફ્ટી 50 એક્સપાયરી પર નજીકથી નજર રાખશે કારણ કે તે બજારની અસ્થિરતામાં વધારો કરી શકે છે અને ટ્રેડિંગ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. નોંધનીય છે કે ભારતીય શેરબજારો શુક્રવાર, 14 માર્ચ, 2025 ના રોજ હોળીના તહેવારને કારણે બંધ રહેશે.

સેન્સેક્સ 30 ના મુખ્ય શેરોમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલ શરૂઆતમાં તેજીમાં હતા.


એશિયન બજારોમાં તેજી

યુએસ ફુગાવાના ડેટા જાહેર થયા બાદ વોલ સ્ટ્રીટે બે દિવસના નુકસાનને સમાપ્ત કરતાં ગુરુવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) માસિક ધોરણે (M-o-M) 0.2% વધ્યો, જેના કારણે વાર્ષિક ફુગાવાનો દર 2.8% થયો.

જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1% અને ટોપિક્સ 0.69% વધ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 સ્થિર બંધ રહ્યો હતો. તે જ સમયે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.74% વધ્યો.