મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત થઇ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો આજે એટલે કે મંગળવારે લાલ રંગમાં ખુલ્યો છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંક પર ખૂલ્યો હતો.
સોમવારે શું હતી માર્કેટની સ્થિતિ ?
જ્યારે સોમવાર, 3 માર્ચના રોજ, BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 112 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 73086 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 50 તેના અગાઉના બંધ કરતા માત્ર 5 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 22119 પર બંધ થયો હતો. ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારો (FII) દ્વારા વેચવાલીનો દોર ચાલુ છે. સોમવારે, FII એ ભારતમાં રૂ. 4,788.29 કરોડના ઇક્વિટી વેચ્યા હતા જ્યારે DII એ રૂ. 8,790.70 કરોડના શેર ખરીદ્યા હતા.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
મંગળવારે વૈશ્વિક બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારે મોટાભાગના યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા. મુખ્ય વોલ સ્ટ્રીટ સૂચકાંકોમાં ઘટાડો થયો, જેમાં S&P 500 1.76 ટકા, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.48 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 2.64 ટકા ઘટ્યો, જેના કારણે Nvidiaના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો.
કેનેડાએ અમેરિકા પર રિટર્ન ટેરિફની જાહેરાત
મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી આજે શેરબજારના સેન્ટિમેન્ટ પર અસર થવાની શક્યતા છે. જવાબમાં, કેનેડાએ પણ તાત્કાલિક અસરથી અમેરિકા પર "પ્રતિશોધાત્મક" ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.









