યુએસ અને એશિયન શેરબજારમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજાર પણ મંગળવારે 11 માર્ચે નબળું શરૂ થયું છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 403 પોઇન્ટના ઘટાડા સાથે 73,711.19 અંકે ખૂલ્યું. જ્યારે નિફ્ટી 112.85 પોઇન્ટના ઘટાડા સાથે 22,347.45 અંકે ખૂલ્યું.
સેન્સેક્સના ટોચના 30 શેરોમાં, ઝોમેટો, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને ટીસીએસ લાલ નિશાનમાં ખુલ્યા.
યુએસ શેરબજારમાં મોટો ઘટાડો
ગઈકાલે રાત્રે યુએસ શેરબજારમાં ભારે ઘટાડો થયો. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ 900 પોઈન્ટ, S&P 500 3% અને Nasdaq 4% ઘટ્યો.
સોમવારના રોજ, ટેક શેર પર આધારિત નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. તે 4% ઘટીને લગભગ છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. આ ઘટાડાનું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે મંદીની આશંકા હોવાનું કહેવાય છે.
ફેબ્રુઆરીના ઉચ્ચતમ સ્તરથી બેન્ચમાર્ક S&P 500 8% થી વધુ ઘટ્યો છે. જ્યારે નાસ્ડેક ગયા અઠવાડિયે કરેક્શન ઝોનમાં પહોંચી ગયો હતો કારણ કે તે ડિસેમ્બરમાં બનાવેલા તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી 10% થી વધુ નીચે આવી ગયો છે.
એશિયન બજારો પણ લાલ નિશાનમાં
મંગળવારે (11 માર્ચ) એશિયન શેરબજારો સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યા. કારણ કે અમેરિકન બજારોમાં ઘટાડાની અસર અહીં પણ જોવા મળી હતી. આજે શરૂઆતના કારોબારમાં મોટાભાગના સૂચકાંકો લાલ રંગમાં હતા. ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો ટોપિક્સ ઇન્ડેક્સ ૧.૯% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 1.3 % ઘટ્યો.