બુધવારે 12 માર્ચના રોજ વૈશ્વિક બજારોના મિશ્ર વલણો અને એરટેલ અને પસંદગીના બેંકિંગ શેરોમાં વધારા વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ. ત્યારે આજે શેરબજારની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 81.88 પોઇન્ટના ઘટાડા સાથે 74,020 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 27.55 પોઇન્ટના ઘટાડા સાથે  22,470 અંક પર ખૂલ્યો છે. 

લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ 

ફેબ્રુઆરી મહિના માટે છૂટક ફુગાવો (CPI ફુગાવો) ડેટા અને જાન્યુઆરી માટે ઔદ્યોગિક ઉત્પાદન (IIP) ડેટા આજે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર ચાલી રહેલી અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા વધેલી વેચાણ પણ બજારની ગતિવિધિને અસર કરી શકે છે.


આજે એશિયન બજારોમાં તેજી

બુધવારે મોટાભાગના એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજનાઓ અને સંભવિત મંદીની ચિંતાઓને કારણે વોલ સ્ટ્રીટમાં અસ્થિરતા જોવા મળી હતી.

જાપાનનો નિક્કી ઇન્ડેક્સ સપાટ હતો પરંતુ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.69% વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.18% વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 1.6% ઘટ્યો.


ગઈકાલે બજારનો ટ્રેન્ડ કેવો રહ્યો?

છેલ્લા ટ્રેડિંગ સત્રમાં એટલે કે મંગળવાર (11 માર્ચ) ના રોજ, સ્થાનિક શેરબજારમાં અસ્થિર વેપાર જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 73,743.88 પર ખુલ્યો અને દિવસ દરમિયાન 74,195.17 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. અંતે તે 12.85  રૂપિયા (૦.02%) ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયો.

નિફ્ટી 50 22,345.95 પર ખુલ્યો અને 22,522.10 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આ પછી, તે આખરે 37.60  પોઈન્ટ એટલે કે 0.17% વધીને 22,497  પર બંધ થયો.