17 ફેબ્રુઆરી સોમવારે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. એશિયાઇ બજારોમાં તેજી હોવા છતાં ઘરેલુ બજારમાં શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું હતું. 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ લગભગ 306 પોઈન્ટ ઘટીને 75641 પર ખુલ્યો. નિફ્ટી પણ 101.80 પોઇન્ટ ઘટીને 22,809 અંક પર ખૂલ્યો.
શેરમાર્કેટ લાલ નિશાનમાં
મહત્વનું છે કે શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 199.7 પોઈન્ટ ઘટીને 75939 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 102 પોઈન્ટ ઘટીને 22,929 પર બંધ થયો. નાના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો, જેમાં નિફ્ટી સ્મોલકેપ 100 લગભગ 4% ઘટીને 15,373.70 પર બંધ થયો. આ સાથે, ઇન્ડેક્સ તેના ઉચ્ચતમ સ્તરથી 22% ઘટ્યા પછી 'મંદીના તબક્કા'માં પ્રવેશ્યો.
રોકાણકારો વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (FII અને DII) ની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII/FPI) એ ભારતીય શેરોના રૂ. 4,294 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ.4,363.87 કરોડના શેર ખરીદ્યા હતા.
ગ્લોબલ સંકેતો
આજે એશિયા-પેસિફિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. રોકાણકારો જાપાનના ચોથા ક્વાર્ટરના GDP ડેટા પર નજર રાખી રહ્યા છે, જે વાર્ષિક ધોરણે 2.8% વધ્યો છે, જ્યારે રોઇટર્સના અંદાજ મુજબ આ આંકડો 1% હતો. જાપાનની અર્થવ્યવસ્થા ત્રિમાસિક ધોરણે 0.7% વધી.
શેરબજારની વાત કરીએ તો, જાપાનનો નિક્કી 225 0.07%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.47% અને ઓસ્ટ્રેલિયાનો ASX200 0.6% ઘટ્યો હતો.
શુક્રવારે યુએસ બજારોમાં, ડાઉ જોન્સ 0.37% ઘટ્યો, S&P 500 0.01% જેટલો નજીવો ઘટ્યો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.41% વધ્યો.
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રોકાણકારોની નજર
18 ફેબ્રુઆરી (મંગળવાર): ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંક (RBA)નો વ્યાજ દરનો નિર્ણય અને જાન્યુઆરી માટે યુકેના ફુગાવાના ડેટા.
19 ફેબ્રુઆરી (બુધવાર): જાન્યુઆરી માટે જાપાનના વેપાર સંતુલનના આંકડા.
20 ફેબ્રુઆરી (ગુરુવાર): યુએસ ફેડરલ રિઝર્વ (FOMC) ની છેલ્લી બેઠકની મિનિટ્સ.
21 ફેબ્રુઆરી (શુક્રવાર): ઓસ્ટ્રેલિયા, ભારત, યુકે અને યુએસ માટે ફેબ્રુઆરી માટે ફ્લેશ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ PMI ડેટા.
આ ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત કોઈપણ મોટા સમાચાર બજારોને અસર કરી શકે છે.