વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે બુધવારે એટલે કે 19 માર્ચે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. શેરબજારમાં બુધવારે લીલા નિશાનમાં શરૂઆત થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા હતા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 18.42 પોઇન્ટના નજીવા વધારા સાથે 75,319.68 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 5.40 પોઇન્ટના નજીવા વધારા સાથે  22,839.70અંકે ખૂલ્યો હતો. 

લીલા નિશાનમાં સરકી ગયુ શેરબજાર 

જો કે બાદમાં શેરબજાર લાલ નિશાનમાં ગગડી ગયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 32.70 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 6.40 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 


મંગળવારે બજારની ચાલ કેવી રહી?

મંગળવારે સ્થાનિક શેરબજારો મજબૂત વધારા સાથે બંધ થયા. પાછલા ટ્રેડિંગ સત્રમાં, BSE સેન્સેક્સ 1,131 પોઈન્ટ અથવા 1.5 ટકા વધીને 75,301 પર બંધ થયો હતો, અને NSE નિફ્ટી 325.5 પોઈન્ટ અથવા 1.45 ટકા વધીને 22,834 પર બંધ થયો હતો.

દરમિયાન, સ્થાનિક બજારમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે 694.57 કરોડ રૂપિયાના ભારતીય શેર ખરીદ્યા. ઉપરાંત, પાછલા સત્રમાં સ્થાનિક રોકાણકારો દ્વારા રૂ. 2,534.75 કરોડના શેરની ચોખ્ખી ખરીદીથી સ્થાનિક સેન્ટિમેન્ટને થોડો વેગ મળવાની અપેક્ષા છે.