મંગળવારે શેરબજારની શરૂઆત મંગળ રહી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા હતા.  સવારે 9.30 કલાકે માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો,સેન્સેક્સ 456 પોઇન્ટના વધારા સાથે 77,643 અંકે ખૂલ્યુ જ્યારે નિફ્ટી 129 પોઇન્ટના વધારા સાથે 23,490 અંકે ખૂલ્યો.


રાહતનો શ્વાસ 

મંગળવારે  ઘરેલુ શેરબજારો મજબૂતી સાથે ખુલ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર પ્રસ્તાવિત ટેરિફ 30 દિવસ માટે રોકવાના નિર્ણય બાદ શેરબજારે રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

સોમવારે શું હતી સ્થિતિ ? 

મહત્વનું છે કે સોમવારે સેન્સેક્સ 77,186 ના સ્તરે બંધ થયો. સવારે 9.25  વાગ્યે, સેન્સેક્સ 533.23 પોઈન્ટ અથવા 0.69% વધીને 77,720 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી50 માં પણ રિકવરી જોવા મળી. સવારે 9.27  વાગ્યે, તે 169  પોઈન્ટ અથવા 0.72% વધીને 23,530 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પાછલા સત્રમાં, સેન્સેક્સ 319.22 પોઈન્ટ અથવા 0.41% ઘટીને 77,186.74 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 121.10 પોઈન્ટ અથવા 0.52% ઘટીને 23,361.05 પર બંધ થયો હતો.

આજે શેરબજાર કેમ વધ્યું?

  • ગઈકાલે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યા બાદ, રૂપિયો આજે રિકવરી મોડમાં છે. આજે રૂપિયો 13 પૈસા સુધર્યો છે અને તેમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
  • ભારતીય બજારને પણ અમેરિકન બજાર તરફથી સારા સંકેતો મળી રહ્યા છે. જેના કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે.
  • ગઈકાલના ભારે ઘટાડા પછી, રોકાણકારોએ ખરીદી શરૂ કરી દીધી છે, જેના કારણે બજારમાં તેજી જોવા મળી છે. કેટલીક કંપનીઓ તરફથી સારા પરિણામોના સંકેતો પણ મળી રહ્યા છે.

આ શેરોમાં મોટો ઉછાળો

લાર્જ કેપ - સંવર્ધન મદ્રાસનના શેર આજે 7 ટકા, ડિવી'સ લેબ્સના શેર 5 ટકા અને HALના શેર 4 ટકા વધ્યા.

મિડ કેપ - NLC ઇન્ડિયાના શેર 10 ટકા, સુંદરમ ફાઇનાન્સના શેર 5.30 ટકા અને ઇન્ડિયન બેંકના શેર 4.31 ટકા વધ્યા.

સ્મોલ કેપ - કેસ્ટ્રોલ ઇન્ડિયાના શેર 8.44 ટકા, હિન્દુસ્તાન કોપરના શેર 4.14 ટકા અને NCCના શેર 4.17 ટકા વધ્યા હતા.

આ ક્ષેત્રોમાં તેજી

આજે શેરબજારમાં થયેલા વધારાને કારણે કેટલાક ક્ષેત્રોમાં મોટી રિકવરી જોવા મળી. બેંક નિફ્ટી, ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઇટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેંક અને મેટલ જેવા ક્ષેત્રોમાં તેજી છે. ફક્ત FMCG શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઉછાળો પીએયુ બેંકના શેરમાં જોવા મળ્યો છે.

  • Follow us on: