મંગળવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી જે બપોરે 3.30 કલાકે પણ લાલ નિશાનમાં જ બંધ થયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 95.87 પોઇન્ટન ઘટાડા સાથે 72,990 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 38.50 પોઇન્ટના ઘટાડા સાથે 22,080.80 અંકે બંધ થયું.
આજે પણ શેરબજારમાં ઘટાડો
શરૂઆતના ઘટાડા પછી, બજાર સુધર્યું અને તળિયેથી બંધ થયું. નિફ્ટી સતત 10મા સત્રમાં લાલ નિશાનમાં બંધ થયો. સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ રિકવર થયો અને વધારા સાથે બંધ થયો. પીએસઈ, ઉર્જા, તેલ અને ગેસ શેરોમાં ખરીદી જોવા મળી. નિફ્ટી બેંક ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. ઓટો, આઈટી, એફએમસીજી શેરોમાં દબાણ હતું.
ટોપ લુઝર અને ગેનર
ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 96.01 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 72,989 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 36.65 પોઈન્ટ અથવા 0.17 ટકા ઘટીને 22,082.65 પર બંધ થયો. નિફ્ટીમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, એસબીઆઇ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા, ટીસીએસ સૌથી વધુ વધ્યા હતા જ્યારે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ, નેસ્લે અને એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા. ઓટો, આઇટી, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ ઇન્ડેક્સમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો. બેંક, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા અને પીએસયુ બેંક સૂચકાંકો 0.5-1 ટકા વધ્યા હતા.