યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 'પારસ્પરિક ટેરિફ'ની જાહેરાત પહેલાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ કડક વલણ અપનાવશે નહીં અને ફક્ત પસંદગીના દેશો પર જ ટેરિફ લાદશે. આ આશાને કારણે એશિયન અને અમેરિકન બજારોમાં સકારાત્મક વાતાવરણ છે, જેની અસર આજે ભારતીય બજારો પર પણ જોવા મળી છે. સવારે 9.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ. સેન્સેક્સ 78 હજારને પાર જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 23 હજારને પાર ખૂલ્યો હતો. 


સોમવારે શેરબજારની સ્થિતિ 

[[$googlead]]

સોમવારે, BSE સેન્સેક્સ 1,078.87 પોઈન્ટ અથવા 1.40% વધીને 77,984.38 પર બંધ થયો. NSE નિફ્ટી 307.95  પોઈન્ટ અથવા 1.32 % વધીને 23658ના સ્તરે પહોંચ્યો. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ ખરીદી જોવા મળી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.3% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1% વધ્યો.

[[$alsoread]]

આજના મહત્વપૂર્ણ ટ્રિગર્સ:

  • જાપાનની સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ બેઠકની મિનિટ્સ
  • ચીનના એક વર્ષના મધ્યમ ગાળાના ધિરાણ સુવિધા (MLF) દર પર નિર્ણય

અમેરિકામાં રોકાણકારો આ આંકડાઓ અને ઘટનાઓ પર નજર 

  • માર્ચ મહિના માટે ગ્રાહક વિશ્વાસ ડેટા
  • ફેબ્રુઆરી માટેનો નવો ઘર વેચાણ અહેવાલ
  • રિચમંડ ફેડનો મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ
  • ફેડ ગવર્નર એડ્રિયાના કુગલર અને ન્યુ યોર્ક ફેડના પ્રમુખ જોન વિલિયમ્સ દ્વારા ભાષણો
  • ભારતમાં બજારની ગતિવિધિ સ્ટોક સંબંધિત સમાચાર, વૈશ્વિક વલણો, વિદેશી રોકાણકારો (FII) ના શેર અને રૂપિયા-ડોલરની ગતિવિધિ દ્વારા નક્કી કરવામાં આવશે.

  • Follow us on: