મંગળવારે શેરબજારની શરૂઆતમાં લીલા નિશાનમાં થઇ હતી. પરંતુ સેન્સેક્સમાં કંઇ ખાસ વધારો જોવા મળ્યો ન હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 97.85 પોઇન્ટના વધારા સાથે 77,171 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 26.10 પોઇન્ટના વધારા સાથે 23,370.85 અંક પર ખૂલ્યો.
રોકાણકારો દાખવી રહ્યા છે સાવચેતી
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે મંગળવારે 21 જાન્યુઆરીએ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં સ્થાનિક શેરબજારો વધારા સાથે ખુલ્યા. જોકે, બજાર ખુલ્યા પછી તરત જ ઘટાડામાં સરી પડ્યું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યાના થોડા કલાકોમાં જ પડોશી દેશો પર વેપાર ટેરિફની જાહેરાત કરી હોવાથી રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
માર્કેટ લાલ નિશાનમાં સરી પડ્યુ
મંગળવાર 21 જાન્યુઆરીએ 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 77,261 પર ખુલ્યો, જેમાં લગભગ 200 પોઈન્ટનો વધારો થયો. સોમવારે તે રૂ. 77,073 પર બંધ થયો હતો. સવારે 9:30 વાગ્યે, સેન્સેક્સ 111.32 પોઈન્ટ અથવા 0.14% વધીને 77,184 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 પણ 23,421 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે 9:30 વાગ્યે, તે 60.15 પોઈન્ટ અથવા 0.26% વધીને 23,404 પર ટ્રેડ થઈ રહ્યો હતો.