ગુરુવારે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 10.19 પોઇન્ટના વધારા સાથે 78,281.47 અંક પર ખૂલ્યો હતો. પરંતુ થોડી જ મિનિટોમાં લાલ નિશાન પર સેન્સેક્સ ટ્રેડ થતો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 9.30 કલાકે લીલા નિશાનમાં ખૂલ્યા બાદ તરત જ 3.80 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 23,692 અંક પર ટ્રેડ થતો જોવા મળ્યો. આમ પ્રિ ઓપનિંગમાં માર્કેટમાં તેજી જોવા મળી હતી.
બુધવારે માર્કેટની સ્થિતિ
રોકાણકારો વ્યાજ દરો અંગે RBIના નિર્ણય પર પણ નજર રાખી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) શુક્રવારે (7 ફેબ્રુઆરી) લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો જાહેર કરી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોનું વલણ પણ બજારની ગતિવિધિ નક્કી કરતા મહત્વપૂર્ણ પરિબળો હશે.મહત્વનું છે કે બુધવારે કારોબારની શરૂઆતમાં, સેન્સેક્સ 312.53 પોઈન્ટ અથવા 0.40% ઘટીને 78,271.28 પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટી50 42.95 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 23,696.30 પર બંધ થયો.
Q3 પરિણામો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી, ભારતી એરટેલ, ટ્રેન્ટ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બીએસઈ, અરબિંદો ફાર્મા, હીરો મોટોકોર્પ, યુએનઓ મિન્ડા, એપોલો ટાયર્સ, કોચીન શિપયાર્ડ, એમક્યુર ફાર્માસ્યુટિકલ્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ, કેપીઆઈ ગ્રીન એનર્જી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ આજે (6 ફેબ્રુઆરી) તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
ગુરુવારે એશિયન બજારોની શરૂઆત મજબૂતી સાથે થઈ. નિક્કી ઇન્ડેક્સ 0.60% વધ્યો હતો, જ્યારે ASX 200 0.87% અને કોસ્પી 0.33% વધ્યો હતો. અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી. ડાઉ જોન્સમાં 0.71% નો વધારો નોંધાયો, જેમાં Nvidia ના શેરમાં નોંધપાત્ર વધારો થયો. S&P 500 0.39% વધ્યો અને Nasdaq 0.19% વધ્યો. હવે રોકાણકારોની નજર યુએસ બેરોજગારીના આંકડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દરના નિર્ણય પર છે.