મંગળવારે સવારે શેરમાર્કેટની શરૂઆત મંગળ રહી. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી50 એ મંગળવારે વધારા સાથે કારોબાર શરૂ કર્યો. જોકે, વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો અને મેક્રોઇકોનોમિક અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત ચિંતાઓએ પણ બજારને અસર કરી.

શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું

શેરબજારની સવારે 9.30ની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ +321.28 પોઇન્ટના વધારા સાથે 75,687.45 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +65.75 પોઇન્ટના વધારા સાથે 22,894.90 અંક પર ખૂલ્યો હતો. મહત્વનું છે કે સોમવારે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. 

વૈશ્વિક સંકેતો કેવા રહ્યા ? 

  • મંગળવારે જાપાની બજારો દબાણ હેઠળ રહ્યા કારણ કે વોલ સ્ટ્રીટ પર ટેક શેરોમાં તીવ્ર ઘટાડો થયો હતો. જ્યારે  તાઇવાન, દક્ષિણ કોરિયા, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા એશિયા-પેસિફિક બજારો રજાઓ માટે બંધ હતા.
  • અમેરિકામાં, S&P 500 અને Nasdaq માં તીવ્ર ઘટાડો નોંધાયો. આ ઘટાડો ડીપસીકના નવા અને ખર્ચ-અસરકારક AI મોડેલને કારણે AI સ્ટોક બબલ ફૂટવાના ભયને કારણે થયો હતો. ડીપસીકનું આ મોડેલ સિલિકોન વેલી કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
  • નાસ્ડેક 3.07 % ઘટ્યો, જ્યારે S&P 500 1.46% ઘટીને બંધ થયો. જોકે, એપલ અને જે એન્ડ જે ના સારા પ્રદર્શનને કારણે ડાઉ જોન્સ 0.65% ના વધારા સાથે બંધ થયો.
  • સોમવારે, Nvidia એ એક દિવસમાં $600 બિલિયન (આશરે ₹50 લાખ કરોડ) બજાર મૂલ્ય ગુમાવ્યું. અમેરિકાના ઇતિહાસમાં કોઈપણ કંપનીને થયેલું આ સૌથી મોટું નુકસાન છે.