મંગળવારે શેરબજારની શરૂઆત અમંગળ રહી હતી.  મંગળવારે સવારે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું હતું. બપોરે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ −135.69 પોઇન્ટના ઘટાડા સાથે 75,861.17 અંક પર ખૂલ્યું હતુ જ્યારે નિફ્ટી −60.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,898.60 અંક પર ખૂલ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતીય શેરબજારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલા ઘટાડા પર આખરે બ્રેક લાગી હતી. જોકે  બજાર નજીવા વધારા સાથે લગભગ સપાટ બંધ થયું હતું. 

આઇટી અને મીડિયા સિવાય તમામ ક્ષેત્રોમાં ઘટાડો

નિફ્ટી આઇટી અને મીડિયા સિવાયના તમામ ક્ષેત્રો નકારાત્મક વલણમાં ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી પીએસયુ બેંકના સેક્ટરલ લુઝરમાં લગભગ 0.7 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજાર નિષ્ણાંતો કહે છે કે સોમવારે ઇન્ટ્રાડેમાં તીવ્ર રિકવરી હોવા છતાં, શેરબજારમાં સેન્ટિમેન્ટ નબળા રહ્યા છે. સોમવારના યુએસ સ્ટોક એક્સચેન્જમાં વોલ સ્ટ્રીટ તરફથી કોઈ નક્કર સંકેતો ન મળતાં, સ્થાનિક ઇક્વિટી બજારો આજે દિશાત્મક સમર્થન માટે એશિયન બજારો પર નજર રાખશે.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

સોમવારે યુએસ સ્ટોક એક્સચેન્જ વોલ સ્ટ્રીટ તરફથી કોઈ નક્કર સંકેતો ન મળતાં, ભારતીય શેરબજારો આજે દિશાત્મક સમર્થન માટે એશિયન બજારો પર નજર રાખશે.

ઓસ્ટ્રેલિયાના રિઝર્વ બેંકના નાણાકીય નીતિના નિર્ણય પહેલા ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક S&P/ASX 200 0.43 ટકા ઘટ્યો હતો. રોઇટર્સનો અંદાજ છે કે દર 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4.1 ટકા કરવામાં આવશે.

દરમિયાન, જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.28 ટકા વધ્યો હતો જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી સકારાત્મક ચાલ સાથે સ્થિર હતો.