ગુરુવારે શેરબજારની નબળી શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેકસ 99.82 પોઇન્ટના ઘટાડા સાથે 76,305 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 44.20 પોઇન્ટના ઘટાડા સાથે 23,111 અંકે ખૂલ્યો હતો. મહત્વનું છે કે રોકાણકારો આજે HDFC બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL) ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર પ્રતિક્રિયા આપશે અને ગુરુવારે આવનારી અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નજર રાખશે.
શેરબજારમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે બુધવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે બંધ થયા હતા. HDFC બેંકના ત્રીજા ક્વાર્ટરના ડેટાથી ખાનગી બેંકોના શેરોમાં વધારો થયો. ઉપરાંત, આઈટી શેરોમાં થયેલા વધારાથી બજારને ટેકો મળ્યો.
22 જાન્યુઆરીએ માર્કેટની સ્થિતિ
ભારે અસ્થિરતા પછી 22 જાન્યુઆરીના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા. ટેક્નોલોજી શેરોમાં મજબૂતાઈના કારણે બજાર આજે સાત મહિનાના નીચલા સ્તરથી રિકવર થયું. જોકે, વ્યાપક બજાર સૂચકાંકો ઘણા પાછળ રહ્યા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો. ટ્રેડિંગ સેશનના અંતે, સેન્સેક્સ 566 પોઈન્ટ (0.75 ટકા) વધીને 76,404 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને 23,155 પર બંધ થયો.