યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપક 'પારસ્પરિક ટેરિફ' બુધવાર 2 એપ્રિલ ના રોજ જાહેર થયા પછી તરત જ અમલમાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે આ માહિતી આપી હતી. ત્યારે આ એલાનને પગલે શેરબજારની તેજી સાથે શરૂઆત થઇ છે.
લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
સવારે 9.30 કલાકે શેરમાર્કેટ ઓપનિંગની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ +389.90 પોઇન્ટના વધારા સાથે 76,414.41 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +96.30 અંકના વધારા સાથે 23,262.00 અંક પર ખૂલ્યો હતો.
મંગળવારે બજારની ચાલ કેવી રહી?
મંગળવારે સાવચેતીના કારણે ભારતીય શેરબજારોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ 1390 પોઈન્ટ અથવા 1.80 ટકા ઘટીને76024 પર બંધ થયો. NSE નિફ્ટી 50 પણ 353.65 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,165.70 પર બંધ થયો.
મંગળવારે વિદેશી રોકાણકારો (FII) એ 5,901.63 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા, જ્યારે DII એ 4,322.58 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
જાપાનનો નિક્કી 0.28 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાનો ASX200 0.2 ટકા વધ્યો હતો. અમેરિકામાં, S&P 500 0.38 ટકા વધ્યો, અને Nasdaq Composite 0.87 ટકા વધ્યો. જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.03 ટકા ઘટ્યો.