યુએસ ટ્રેડ ટેરિફ ચિંતાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે, શુક્રવારે (21 માર્ચ) અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રના રોજ સ્થાનિક શેરબજારો લાલ રંગમાં ખુલ્યા. સવારે 9.30 કલાકની જો વાત કરીએ તો, સેન્સેક્સ 9.31 કલાકે લાલ નિશાનમાં ખૂલીને થોડી જ મિનિટોમાં લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યું હતુ સેન્સેક્સ 59 પોઇન્ટના વધારા સાથે 76,407.06 અંકે ખૂલ્યુ જ્યારે નિફ્ટી 1.50 પોઇન્ટના વધારા સાથે 23,192.15 અંકે ખૂલ્યુ.
ગુરુવારે બજારની ચાલ કેવી રહી?
ગુરુવારે FII એ રૂ. 3,239.14 કરોડના ભારતીય શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સત્ર દરમિયાન રૂ. 3,136.02 કરોડના ભારતીય શેર વેચ્યા હતા.
છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 1.19 ટકાના વધારા સાથે 76348 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 1.24 ટકાના વધારા સાથે 23,190 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખ્યા પછી ગુરુવારે યુએસ બજારો તેજી જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. S&P 500 0.22 ટકા ઘટીને 5,662.89 પર બંધ થયો, નાસ્ડેક કમ્પોઝિટ 0.33 ટકા ઘટીને 17,691.63 પર બંધ થયો અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.03 ટકા ઘટીને 41,953.32 પર બંધ થયો.
તે જ સમયે, એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 આજે 0.27 ટકા વધ્યો હતો. જાપાનના નિક્કી 225 માં પણ 0.49 ટકાનો વધારો થયો અને ટોપિક્સમાં 0.68 ટકાનો વધારો થયો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.13 ટકા અને સ્મોલ-કેપ કોસ્ડેક 0.62 ટકા ઘટ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.53 ટકા અને ચાઇના મેઇનલેન્ડનો CSI 300 0.19 ટકા ઘટ્યો હતો.